પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે ફૂલહાર નહીં,નોટબુક થી થશે સન્માન
રક્તદાન અને ગૌસેવા સહિતના વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય પાટણ પંથકમાં 108ના હુલામણા નામ થી લોકોના દિલમાં પ્રિય બનેલા રણછોડભાઈ દેસાઈ 20મી જૂન શનિવારે 69મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.આ નિમિત્તે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા કોઈ ભપકા વગર સંપૂર્ણપણે સેવામય માહોલમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.દિવસભર પાટણ શહેરમાં રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, દર્દીઓને ફ્રુટ વિતરણ અને ગૌસેવા જેવા વિવિધ જનહિતના કાર્યો હાથ ધરાશે.
દિવસભર યોજનાર કાર્યક્રમોની શરૂઆત શનિવારે સવારે 9 વાગ્યે આનંદેશ્વર મહાદેવ ખાતે પૂજા-અર્ચના અને વૃક્ષારોપણથી કાર્યક્રમોની શરૂઆત થશે.ત્યારબાદ દત્તાત્રેય ગોકુલમમાં ગૌસેવા કરાશે. સવારે 10 વાગ્યે બગેશ્વર મહાદેવ સામે આવેલી સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ અને બહેરા-મૂંગા શાળાના બાળકોને ભોજન કરાવાશેબપોરે 3 વાગ્યે નવા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજાશે.દરવર્ષની જેમ આ વર્ષે પણ રણછોડભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેમનું સ્વાગત ફૂલહાર કે શાલ ઓઢાડીને કરવાના બદલે નોટબુક કે ચોપડા આપીને કરવામાં આવે.આ એકત્રિત થયેલી તમામ શૈક્ષણિક સામગ્રી પાટણ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.જેથી તેમનું શિક્ષણ સુધરી શકે.પૂર્વ મંત્રીના આ પ્રેરણાદાયી અભિગમને પાટણની જનતા બિરદાવી રહી છે. રણછોડભાઈ દેસાઈ એ પાટણ પંથકમાં સૌથી લોકપ્રિય નેતા છે.તેઓ હંમેશા કાર્યકર્તાઓ વચ્ચે રહે છે અને કાર્યકર્તાઓના કોઈપણ કામ માટે હંમેશા ખડેપગે હોય છે.જેના લીધે આજે તેઓ કોઇપણ પદ ઉપર ન હોવા છતાં જ્યારે પણ તેઓ પાટણ આવે ત્યારે કાર્યકર્તાઓ તેમને અચૂક મળવા જાય છે.તેઓ ગાંધીનગરમાં પણ સક્રિય હોય છે.પાટણનો કોઈ પણ કાર્યકર્તા કામ માટે ગાંધીનગર જાય ત્યારે તેમને અવશ્ય યાદ કરે છે.
