શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

વિદ્યાર્થીને શિક્ષણ માટે સહાય કરવી એટલે તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવું-જૈનમુનિ નયશેખર મહારાજ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અને શિક્ષણ પ્રત્યેની અવિરત ભાવનાને આગળ વધારતા પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વિવિધ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્ય પંદર હજાર ચોપડાઓનું વિતરણ કરવાનો મહત્વપૂર્ણ સેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.છેલ્લા 11 વર્ષથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ,જીવદયા,આરોગ્ય, માનવસેવા તથા સમાજોપયોગી અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે,જેના કારણે ટ્રસ્ટ સમાજમાં એક આગવી ઓળખ ધરાવે છે.આ સમગ્ર સેવા અભિયાનને માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે,જ્યારે પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સેવા યજ્ઞને સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી રહ્યો છે.ચોપડા વિતરણ પ્રસંગે ઉદ્બોધનમાં પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે,”શિક્ષણ એ જીવનનો સાચો આભૂષણ છે.જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા, પુસ્તકો અને શૈક્ષણિક સાધનો આપવાનું કાર્ય માત્ર દાન નથી,પરંતુ જ્ઞાનદાન સમાન પુણ્યકાર્ય છે.એક વિદ્યાર્થીને શિક્ષણ માટે સહાય કરવી એટલે તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવું.સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાય અને કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે સૌએ આવા કાર્યોમાં સહયોગ આપવો જોઈએ.”તેમણે વધુમાં જણાવ્યું કે, ચોપડા વિતરણ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે છે અને શિક્ષણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આ પ્રકારની સેવાપ્રવૃત્તિઓ માનવતાની સાચી સુગંધ ફેલાવે છે.ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યો સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને માનવતા,કરુણા અને સેવા ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યા છે.આજે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ માનવસેવાના ક્ષેત્રે એક વિશ્વસનીય અને પ્રેરણાદાયી સંસ્થા તરીકે ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે. આ ચોપડા વિતરણનો લાભ વિવિધ ગુરુભક્ત પરિવારોના સહયોગથી મહારાષ્ટ્ર,અમદાવાદ,કચ્છ,

ઉત્તરગુજરાત,બનાસકાંઠા,સાબરકાંઠા, સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓના હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.આ સેવા અભિયાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ,શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને કોઈપણ બાળક માત્ર આર્થિક કારણોસર અભ્યાસથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. વિના મૂલ્ય ચોપડા વિતરણનો આ મહાયજ્ઞ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.સમગ્ર સેવા અભિયાનને સમાજના વિવિધ વર્ગોમાંથી આવકાર મળી રહ્યો છે અને ટ્રસ્ટના આ માનવતાલક્ષી કાર્યને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતું આ ભવ્ય યોગદાન અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
