પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે “ગુરુ વંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી યોજાયો.

શિક્ષણ, સંસ્કાર અને તેજસ્વી પ્રતિભાઓનું થયું ભવ્ય સન્માન : ગુરુજીઓનું વિશિષ્ટ બહુમાન
કેપિટલ મેસેજ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલ, પાટણ ખાતે ભારત વિકાસ પરિષદ અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. પ્રાર્થનાથી કાર્યક્રમની સુંદર શરૂઆત વિપુલભાઈ બારોટ અને પ્રાર્થના વૃંદે કરેલ.
કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ અને શાળા પરિવારના હોદ્દેદારો તથા અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ, કમલેશભાઈ સ્વામી, ભાવેશભાઈ ત્રિવેદી, સચિનભાઈ પટેલ જાગૃતિબેન ખમાર તેમજ મુખ્ય વક્તા એવા બિનલબેન બારોટે ગુરુ મહિમાની ખૂબ રસ તરબોળ વ્યાખ્યાન આપેલ.
તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કાર્યક્રમ દરમિયાન શાળાના દરેક વર્ગના ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પૈકી ચૌધરી આર્યા, ચૌહાણ અર્જુન, પંચોલી વિશ્વા, પટેલ વીર, દિવ્યા જોશી, પટેલ કિશા, ચૌધરી ધ્રુવી અને શ્રવણ સુથારનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ચિત્રકળામાં સુંદર પ્રદર્શન બદલ સોલંકી ફોરમ અને પ્રભાવશાળી વક્તવ્ય આપવા બદલ કાવ્યાનું વિશેષ બહુમાન કરાયું હતું.
ગુરુજીઓનું સન્માન અને વિશેષ સિદ્ધિની પણ લેવાઈ નોંધ :
શિક્ષક પરિવારમાંથી વિપુલભાઈ ચૌધરી અને પ્રજાપતિ ભરતભાઈનું ગુરુ ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ, Ph.D.ની પદવી પ્રાપ્ત કરવા બદલ ડૉ. દાનેશભાઈ મોદીનું ખાસ અભિનંદન સહ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુરુ મહિમા, ભજન અને પ્રાસંગિક પ્રવચન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમાનું વર્ણન, મધુર ભજનો અને સંસ્કારપૂર્વક શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. ઝેડ. એન. સોઢાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગુરુ-શિષ્યના સંબંધો, શિક્ષણ સાથે સંસ્કારોનું મહત્વ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સુપરવાઇઝર હર્ષદભાઈ અને ગમનભાઈ, શાળા કો-ઓર્ડિનેટર યોગેશભાઈ તથા સમગ્ર શાળા પરિવારે ભારે જહમત ઉઠાવી હતી.
