Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

Rajeshkumar Jadav
Last updated: August 22, 2026 4:58 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

   

કેપિટલ મેસેજ 

Capital message

શિવભક્તિ આરાધનામાં ઉમટ્યો ભક્તિરસ -૧૦૮ દીવાની મહાઆરતી અને પોથી ઉત્થાપન યાત્રાએ સર્જ્યો આધ્યાત્મિક માહોલ ધર્મ અને ભક્તિની નગરી પાટણમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો થકી સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું છે. શહેરના એસ.ટી. સ્ટેન્ડ રોડ પર આવેલી ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં હર્ષાબેન મોતીલાલ સોની તથા ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શિવકથાનું શુક્રવારની રાત્રે ભાવભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું.

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

શિવકથાના કથાકાર ધીરજભાઈ શાસ્ત્રીની વ્યાસપીઠેથી શ્રાવણ માસ દરમિયાન શિવમહિમા, ભક્તિ અને સંસ્કારનો સંદેશ વહેતો રહ્યો હતો. સમાપન પ્રસંગે યજમાન પરિવાર સહિત સોસાયટીના રહીશોએ સમૂહ મહાઆરતી કરી પોથી ઉત્થાપન સાથે ભક્તિમય યાત્રા યોજી હતી. ભક્તિ સંગીત અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે યાત્રા સોસાયટીમાં બિરાજમાન શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શિવજીના આશીર્વાદ મેળવી સૌએ ધન્યતા અનુભવી હતી.

શિવકથાના આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર શિવભક્તો અને સેવાભાવી કાર્યકરોનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અશ્મિ બ્યુટી પાર્લરના અસ્મિતાબેન દ્વારા સમગ્ર શિવકથા દરમિયાન શિવ પાર્વતી લગ્ન ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા તેમાં વેશભૂષા ની અંદર દરેક પાત્રોની મેકઅપની સેવા વિનામૂલ્યે સુંદર રીતે પૂરી પાડી ભક્તિભાવપૂર્વક સેવા અર્પણ કરવામાં આવી હતી. તેમની નિઃસ્વાર્થ સેવા બદલ પણ ભાવપૂર્વક કદર કરવામાં આવી હતી. અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

More Read

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ
15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના

પૂર્ણાહુતિના દિવસે વ્યાસપીઠ પરથી પત્રકાર રાજુભાઈ ઠક્કર, યશપાલભાઈ સ્વામી અને સંજયભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સન્માનનીય સંગીતકાર અને ગાયક અવધેશભાઈ મહેતા, ધ્રુવભાઈ તથા તેમના સાથી કલાકારોનું પણ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમજ ભગવતી નગર સોસાયટીના ભક્તો દ્વારા તથા દરમિયાન સારી એવી જહેમત ઉઠાવી ખૂબ સુંદર સહયોગ આપ્યો હતો કે સર્વેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નાના નાના બાળકોનું પણ ખૂબ સુંદર સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભગવતી નગર સોસાયટી પરિવાર શિવ અને ધર્મમય બન્યો હતો અને ખુબ સુંદર રીતે એકબીજાને સહયોગ આપી પરિવારની ભાવનાથી શિવ કથાનું રસપાન કર્યું હતું અને દરેક ઉત્સવો ખૂબ ધામધૂમથી હર્ષોલાશ સાથે ઉજવ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
Next Article પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં યુવા ફાઉન્ડેશન દ્વારા રક્ષાસુત્ર નિર્માણ કાર્યક્રમ યોજાયો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video