પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં યુવા ફાઉન્ડેશન દ્વારા રક્ષાસુત્ર નિર્માણ કાર્યક્રમ યોજાયો.

કેપિટલ મેસેજ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી.આર. પટેલ ઉ.મા.શાળા પાટણ ખાતે રક્ષાસુત્ર નિર્માણ કાર્યક્રમ યુવા ફાઉન્ડેશન પાટણ દ્વારા યોજાઈ ગયો, ભાવ સભર કાર્યક્રમમાં દેશની સરહદ ઉપર ફરજ બજાવતા વીર સૈનિકો માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી વર્ષ 2019 થી આ પવિત્ર કાર્ય કરતી યુવા ફાઉન્ડેશનની ટીમ સાથે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર રક્ષા કવચ બનાવી હતી, સૈનિકોની દીર્ઘાયુ અને સુરક્ષા માટેના પવિત્ર ભાવ સાથે તૈયાર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ડૉ.ઝેડ.એન. સોઢા તથા સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર અને ગમનભાઈ સુથાર,શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ તથા શાળાના શિક્ષકઓ સામે 65 જેટલી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ સૈનિકો માટે લખાયેલા ભાવિક પત્રનું પઠન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌની આંખોમાં દેશભક્તિની લાગણીના અશ્રુ છલકાઈ આવ્યા હતા, તમામ હસ્ત નિર્મિત રાખડીઓ સરહદના રક્ષકો સુધી પહોંચાડવા માટે યુવા ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા ફાઉન્ડેશનના પાર્થ સોની, કર્મ પટેલ, સ્વર પટેલ અને દીપુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યુવા ફાઉન્ડેશન દ્વારા પણ શાળાને સ્મૃતિપત્ર આપી આચાર્યશ્રીનું સન્માન કર્યું હતું. આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના વધુ દ્રઢ બનશે તેવું શાળાના આચાર્ય જણાવેલ રાખડી એ માત્ર ધાગો નથી પરંતુ પવિત્ર સંબંધનું પ્રતીક છે, શાળાની દીકરીઓએ બનાવેલ આ રાખડીઓ જ્યારે જવાનોના હાથે બંધાશે ત્યારે તેમની સુરક્ષા કવચ બનીને ચોક્કસ રક્ષણ કરશે. સમગ્ર કાર્યક્રમ સંકલન તથા પ્રાણ પૂરવાનું કાર્ય શાળાના શિક્ષિકા મનીષાબેન ખત્રી અને સારીકાબેન પટેલે કર્યું હતું.
