ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા

ડભોઇ શહેર અને તાલુકામાં ધૂમધામ થી દશામાની વિસર્જન કરવામાં આવી રહી છે ડભોઇ શાકમાર્કેટ તળાવ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિસાન તડવી અને નગરપાલિકા સ્ટાફ દ્વારા દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું તું શાંતિપૂર્વક વિસર્જન સંપૂર્ણ થયું હતુ.ડભોઇના મહાકાળી ધામ ખાતે મા દશામાના દશમા દિવસે ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
ડભોઇ ખાતે આવેલા મહાકાળી ધામ વૈશાલી માસીના આયોજન હેઠળ મા દશામાના દશમા દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે મા દશામાની આરતી ઉતારવામાં આવી હતી.

માં દશામાની આરતી દરમિયાન સમગ્ર મહાકાળી ધામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા દશામાની આરતીમાં ભાગ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે જાણીતા ગાયક કલાકાર મમતા શોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીને પગલે કાર્યક્રમમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આરતી સંપન્ન થઈ હતી. ઉપસ્થિત ભક્તોએ મા દશામાના આશીર્વાદ મેળવી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
