પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ભવ્ય ઉજવણી.

કેપિટલ મેસેજ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી. આર. પટેલ ઉમા શાળા, પાટણ ખાતે ૨૧ ઓગસ્ટના રોજ ‘વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેરક વક્તવ્ય: કાર્યક્રમમાં વિષય તજજ્ઞ તરીકે શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ એન. સોઢાએ સફળ ઉદ્યોગ સાહસિકોના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને નવાચાર (Innovation), સર્જનાત્મકતા અને સફળતાની વ્યવહારુ સલાહ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વાણિજ્ય શાખાના શિક્ષકો ભાવેશભાઈ રાવલ, સુહાગભાઈ પંડ્યા અને પરેશભાઈ ઠક્કર દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિવિધ પાસાંઓ પર ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ અને વ્યવસાયિક અભિગમ ખીલે તે હેતુથી સર્જનાત્મક અભિવ્યક્તિ સ્પર્ધાઓ તેમજ પ્રોજેક્ટ પ્રદર્શન અને એક્સપોઝરનું આયોજન કરવા માટે અનુરોધ કરવામાં આવેલ.

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાભિમાન ભારત અભિયાનની પ્રેરણા અને માર્ગદર્શન થકી‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોમાં આત્મનિર્ભરતા કેળવવા પર વિશેષ ભાર મુકાયો હતો.
કાર્યક્રમ માટે NGES પાટણના કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવ એ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, “આજના યુવાનોએ માત્ર નોકરી શોધનાર બનવાને બદલે રોજગાર દાતા બનવાની દિશામાં આગળ વધવું જોઈએ.” તેવો મેસેજ મોકલાવેલ.
આ કાર્યક્રમમાં ૨૯૦ જેટલા ઉત્સાહી અને ઉદ્યમી વિદ્યાર્થીઓ, શાળા સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર, ગમનભાઇ સુથાર, શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ઉદ્યમી બનવા પ્રેરણા પૂરી પાડી હતી.
