પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
કેપિટલ મેસેજ
Capital message
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ,પાટણ પ્રેરિત શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ધાર્મિક અને ભાવસભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. પિતા વંદનીય પ્રવિણકુમાર પ્રભુરામભાઈ કક્કર (સોનપાલ) ની પુણ્ય સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્થે યોજાયેલા આ સત્સંગમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ ઉપસ્થિત રહી ભજન-સત્સંગનો લાભ લીધો હતો.
યશ ટાઉનશીપ, અંબાજી નેળીયા રોડ, પાટણ ખાતે યોજાયેલા આ ભજન-સત્સંગમાં જલારામ બાપાના ભજનો અને સત્સંગના માધ્યમથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભક્તોએ જલારામ બાપાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ અર્પણ કરી પરિવાર તથા સમાજના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે જલારામ બાપાના જીવન અને તેમના સેવા, ભક્તિ તથા માતા પિતા , માનવતાના સંદેશને યાદ કરી ભક્તોને સત્સંગનો અમૂલ્ય લાભ મળ્યો હતો. આ પ્રસંગે શીતલબેન રાજપૂત, જયદેવ ભાઈ, ઢોલક ઉપર વિમલભાઈ, પિયુષભાઈ મહારાજ, સુરેશ મોરબીયા સાથે અન્ય કલાકારો તેમજ સમાજના ભાઈ બહેનો દ્વારા ખૂબ સુંદર ભક્તિ સંગીત ના ભજનો રજૂ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘જય જલારામ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમનું આયોજન વંદનીય પ્રવિણભાઈ પ્રભુરામભાઈ કક્કર પરિવારના સુપુત્રો હિતેશભાઈ તથા ચિરાગભાઈ કક્કર તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક બાબત ઉંલેખનિય રહી પ્રવીણ બાપાએ આર.જી. ઠક્કર અને પત્રકાર રાજુભાઈ ઠક્કરનું 131 માં ગુરુવારે પૂજ્ય જલારામ બાપા નો ફોટો આપી સન્માન કરવુ એવી રજૂઆત તેમણે મિત્ર વર્તુળમાં તેમજ દિનેશભાઈ કાઠીવાળા (મુખવાસ આપે છે તેમની ) આગળ કરેલી હતી. તે કદાચ કુદરતને મંજૂર નહીં હોય પરંતુ તેમની ભાવભરી સન્માનની લાગણી તેમના સુપુત્રો હિતેશભાઇ અને ચિરાગભાઈ દ્વારા આર.જી. ઠક્કર અને પત્રકાર રાજુભાઈ ઠક્કર નું સન્માન કરી પૂજ્ય પ્રવીણ બાપા ની ઈચ્છા પૂરી કરવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને સત્સંગથી પરિપૂર્ણ આ કાર્યક્રમ સૌ માટે આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણાનો સુંદર અવસર બની રહ્યો હતો.
આ શ્રદ્ધાંજલિ ભજનમાં આજે કળિયુગમાં પણ પિતા સત્યની લાગણી અને ભાવ તેમના સંતાનો તેમજ પરિવારમાં અશ્રુવીની આંખે જોવા મળ્યો હતો જે બાબત આજના સમયમાં ખૂબ ઓછી જોવા મળતી હોય છે. પ્રવીણ બાપા પોતે તો ધાર્મિક અને પુન્યશાળી હતા જ પણ તેમનો પરિવાર પણ ખૂબ પુણ્યશાળી અને લાગણી સફર જોવા મળ્યો જે બાબતે તેમના પરિવાર માટે વંદનીય છે.
