પરસેવાના પરિશ્રમે યાત્રી રાઠોડે CBSE 12 સાયન્સમાં મેળવી તેજસ્વી સફળતા

સફળતા તેને જ વરે જે પરસેવે ન્હાય ડભોઇ ની દીકરી યાત્રી રાઠોડે CBSE 12 સાયન્સમાં મેળવી ઝળહળતી સફળતા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ કહેવાય છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો, અને આ વાતને સાર્થક કરી બતાવી છે જિલ્લાના ડભોઈ ની દીકરીએ. હાલમાં જ જાહેર થયેલા CBSE ધોરણ-12 (સાયન્સ – B ગ્રુપ) ના પરિણામોમાં મૂળ વડેલી ગામના વતની અને હાલ ડભોઈ (C-40, આશીર્વાદ સોસાયટી) ખાતે રહેતા રાઠોડ પરિવારની પુત્રી યાત્રીએ શાનદાર દેખાવ કરીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે
ઝળહળતું પરિણામ અને સિદ્ધિ
શિક્ષક સુનિલભાઈ રાઠોડની સુપુત્રી અને રમણભાઈ ડાહ્યાભાઈ રાઠોડની પૌત્રી યાત્રીએ જવાહર નવોદય વિદ્યાલય (સાધી, વડોદરા) માં અભ્યાસ કરતા 94% ગુણ મેળવીને શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

મહેનત અને સમર્પણનું મીઠું ફળ યાત્રીએ મેળવેલ આ ઉચ્ચ સ્કોર તેની સતત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. એક શિક્ષકના સંતાન તરીકે તેણે સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેટલા કઠિન લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ
યાત્રીની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ રાઠોડ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. દીકરીએ માત્ર પરિવારનું જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને લોકો આ તેજસ્વી તારલાને અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
