પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણનું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ: 91.88 %

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી. આર.પટેલ ઉ.મા.શાળા પાટણ હંમેશા શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહેલ છે. શાળા વર્ષ 2026માં જિલ્લાની શ્રેષ્ઠ શાળા પુરસ્કારથી પણ સન્માનિત થયેલ છે. ધોરણ 10 એસ.એસ.સી. 2026માં શાળાએ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ એટલે કે 91.88% મેળવેલ છે. જે પૈકી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે. શાળાના પ્રથમ 10 તેજસ્વી તારલાઓમાં
1.ચૌહાણ અર્જુન જીતાભાઈ A1 99.20PR
2.પ્રજાપતિ ધરતી હિંમતભાઈ A1 98.82PR
3.ઠાકોર મૌલિક મહેશભાઈ A1 98.72PR
4.ચૌધરી હેત મુળજીભાઈA1 97.77PR
5.પટેલ વૃંદ નરેશભાઈ
A1 96.66PR
6.જોષી શ્રધ્ધાબેન બળદેવભાઈ A1 95.74PR
7.મોદી સુહાની સંદિપભાઈ A2
94.93PR
8.પ્રજાપતિ પ્રિયાંશી વિપુલભાઈ A2 94.28PR
9.પ્રજાપતિ હિનલ સંજયભાઈ A2 94.12PR
10.મોદી સ્નેહ મયંકકુમા૨ A2 91.80PR
શાળાના તમામ તેજસ્વી તારલાઓએ સારું પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારે છે તે બદલ વિદ્યાર્થીઓ, શાળાના તમામ કટીબધ્ધ અને નિષ્ઠાવાન સ્ટાફની મહેનતને NGES ના સીડીઓ ડો. જય ધ્રુવ સર દ્વારા બિરદાવીને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા હંમેશા આર્થિક રીતે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે તેઓમાં રહેલી જુદી જુદી આંતર શક્તિઓને ઉજાગર કરીને બહાર લાવવાનું કામ કરે છે. ધોરણ 10 માં સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને CDO ડૉ.જય ધ્રુવ,શાળાના આચાર્ય ડૉ. ઝેડ. એન. સોઢા, સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર અને ગમનભાઈ સુથાર શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ સહિત તમામ સ્ટાફ પરિવારે અભિનંદન આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
