પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવાકીય કાર્યોમાં સહભાગી રહેલા જલિયાણ ગ્રુપનું સન્માન.

વઢિયાર પંથકના ભામાશા તરીકે ઓળખાતા મિતેશભાઈ ઠકકર વર્ષોથી દાન, સેવા અને સમાજકાર્યમાં અગ્રેસર રહી લોકહૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે…
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં ચાલતા અનેક સેવાકીય કાર્યો અને સામાજિક પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગ આપી તેઓ સતત પ્રેરણાદાયી ભૂમિકા ભજવી રહ્યા છે…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પત્રકારત્વ સાથે સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહ્યું છે…
છેલ્લા 7 વર્ષથી અંબાજી સેવા કેમ્પ, તહેવારોમાં જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, પંખીઓ માટે માળા, પાણીની પરબો જેવા કાર્યો હાથ ધરાયા છે…
તાજેતરમાં બહુચરાજી પગપાળા જતા યાત્રિકો માટે પણ ઠંડા પીણાંના સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું…
આ સેવાકીય કાર્યોમાં મિતેશભાઈ ઠકકર, નિલેશભાઈ ઠકકર, શૈલેષભાઈ ઠકકર અને જલિયાણ પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો…
તેમના આ ઉમદા સહકાર અને દાતાશ્રી ભાવનાને બિરદાવવા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો…
આ પ્રસંગે સાલ ઓઢાડી, મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરી જલિયાણ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું…
સેવાભાવી દાતાશ્રીઓના આ સન્માનથી સમાજમાં સેવા, સહકાર અને પરોપકારની ભાવનાને વધુ બળ મળ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
