સરસ્વતી તાલુકા કિશાન મોરચાની બેઠક ચોરમારપુરા ગામે યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લા અંતર્ગત સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે પ્રમુખ અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કિશાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
બેઠક દરમિયાન તાલુકા અને ગ્રામ સ્તરે કાર્યકરોને સક્રિય બનાવી ગામડે ગામડે પક્ષની વિચારધારા પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કિશાન સંયોજકો અને કાર્યકરોને ચૂંટણીમાં જીત માટે સંકલ્પબદ્ધ બની કામ કરવાની અપીલ કરવામાં આવી.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોના પ્રશ્નો, સરકારની યોજનાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ દરેક કાર્યકરે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી સંગઠનને મજબૂત બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું.
બેઠકમાં તાલુકા અને ગામ સ્તરના આગેવાનો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
