ડભોઇ કડિયા જમાત પંચ દ્વારા આયોજીત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
સમાજના પ્રમુખના અધ્યક્ષ પદે રાખવામાં આવ્યો હતો. પ્રસંગ ની શરૂઆત કુરાને શરીફની તિલાવતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સમાજના પ્રમુખ હાજી સિકંદર ભાઈ લગનીયા અધ્યક્ષ પદેથી જણાવ્યું હતું કે જે દીકરા દીકરીઓ અભ્યાસમાં ટોપ ટેન પાસ થયા છે એ તમામને શુભેચ્છાઓ સાથે મુબારક પાઠવ્યા બાદ મૌલાના અનવર અસરફી સાહેબે શિક્ષણ પ્રત્યે બાળકોના માતા-પિતાઓએ બાળકોના અભ્યાસ પરથી ધ્યાન આપવા તાકીદ કરી હતી.

ત્યારબાદ મહેદવીયા હાઈ સ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ મહુડા વાળાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપવું માતા-પિતાને જરૂરી છે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે કડીયા સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી તારલાઓનું સન્માનિત કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલ ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડા વાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ હાજી કાદરભાઈ સલાટ વિગેરે મહેમાનોએ પણ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. ડભોઇ શહેર કડિયા જમાત પંચ સમાજ ના તેજસ્વી તારલા નો પ્રોગ્રામ તારીખ 21,06,2026 ના રોજ ડભોઇ કડિયા જમાત ખાના તળાવપુરા માં રાખવા માં આવેલ હતો જેમાં હાજી મુસ્તુફા ભાઈ હાજી યુસુફભાઈ અજીત વાળા તેમજ કડિયાસમાજ ના લાલાભાઇ ફીસ્લી અફઝલભાઇ કાબાવાલા હુસેન ભાઈ ભૂરા વાલા મહંમદ ભાઈ ચરા નગરપાલિકાના સદસ્યો વિગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો યુવતીઓ અને વડીલો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉપસ્થિત તમામ લોકોનું મહદેવીયા હાઈસ્કૂલના માજી આચાર્ય મહેબૂબ ભાઈ માસ્તરે શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કર્યું હતું. અને તમામ તેજસ્વી બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે તેજસ્વી કોલેજ ઉચ્ચ અભ્યાસ કરતા અને ધોરણ 10 12 ના બાળકોને ઉત્સાહી થવા અને પ્રોત્સાહિત થવા સન્માનિત કાર્યક્રમ અંગે તમામ તેજસ્વી તારલાઓને તમામ આગેવાનોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
