રાધનપુરમાં વૃદ્ધ-વિધવા સહાય માટે ફૈઝાને કાદરી ટ્રસ્ટનો વિશાળ KYC કેમ્પ

રાધનપુરમાં ફૈઝાને કાદરી ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય યોજના માટે વિશાળ KYC કેમ્પ યોજાયો
312થી વધુ જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી સહાયરૂપ સેવા, ઘાંચી યુવા ટીમનો નોંધપાત્ર સહયોગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
રાધનપુર ખાતે ફૈઝાને કાદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવાના હેતુસર વૃદ્ધ સહાય યોજના તથા વિધવા સહાય યોજના અંતર્ગત વિશાળ KYC કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ઘાંચી યુવા ટીમના સહયોગથી રાધનપુર સ્થિત ઘાંચી જમાતખાના ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના આર્થિક રીતે નબળા, વૃદ્ધ અને વિધવા લાભાર્થીઓને સરકાર તથા વિવિધ સહાય યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે KYC પ્રક્રિયા સરળ બનાવવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી, KYC પ્રક્રિયા તેમજ માર્ગદર્શનની કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન અંદાજે 312 જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને સેવા અને સહાય આપવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ આયોજનને સફળ બનાવવા ફૈઝાને કાદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, ઘાંચી યુવા ટીમ તેમજ સમાજના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કેમ્પમાં સહકાર આપનાર તમામ કાર્યકરો, દાતાઓ અને ઉપસ્થિત લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજના નબળા વર્ગ સુધી સહાય અને સુવિધાઓ પહોંચાડવા માટે આવા સેવાકીય કાર્યક્રમો અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. રાધનપુરમાં યોજાયેલ આ KYC કેમ્પ સમાજસેવાનો ઉત્તમ દાખલો બની રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
