ડભોઇ મહુડી ભાગોળ રેલવે ફાટક નંબર 21 બન્યું વાહનચાલકો માટે ‘માથાનો દુખાવો’
ચિક્કાર ટ્રાફિક જામને કારણે પર્યટકો અને સ્થાનિક વેપારીઓ બેહાલ રેલવે તંત્ર ક્યારે જાગશે

કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital Message
ડભોઇ ઐતિહાસિક નગરી ડભોઇમાં આવેલું મહુડી ભાગોળ રેલવે ફાટક (નંબર 21) હાલમાં વાહનચાલકો, મુસાફરો અને સ્થાનિક વેપારીઓ માટે ભારે હાલાકીનું કેન્દ્ર બન્યું છે. રેલવેના અવરજવર સમયે જ્યારે ફાટક બંધ કરવામાં આવે છે, ત્યારે રસ્તાની બંને તરફ કિલોમીટરો લાંબી વાહનોની કતારો જોવા મળે છે, જે કલાકો સુધી ટ્રાફિક જામમાં પરિણમે છે રવિવારના દિવસે સ્થિતિ વધુ સ્ફોટક ખાસ કરીને રવિવાર અને જાહેર રજાઓના દિવસે આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે પર્યટકોની મુશ્કેલી
સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા), કરનાળી અને ચાણોદ જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ જતા હજારો મુસાફરો આ ટ્રાફિકમાં ફસાય છે સ્થાનિકો પર અસર ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ અટવાઈ પડે છે વેપારીઓના ધંધા પર બ્રેક ફાટક પાસે આવેલી દુકાનો અને શોરૂમ ધરાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ટ્રાફિક જામ અને રોડ પર વાહનોના ખડકલાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે જનતાની મુખ્ય માંગણીઓ ઓવરબ્રિજનું નિર્માણ: આ કાયમી સમસ્યાનો એકમાત્ર ઉકેલ અહીં રેલવે ઓવરબ્રિજ અથવા અન્ડરપાસ બનાવવો તે જ છે વૈકલ્પિક વ્યવસ્થા: ટ્રાફિકના નિયમન માટે ફાટક પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે
સમયનું આયોજન ટ્રેનના સમય અને ફાટક બંધ રાખવાના ગાળામાં સુધારો કરવામાં આવે જેથી વાહનચાલકોએ વધુ રાહ ન જોવી પડે.
હવે જોવાનું એ રહ્યું કે રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિકટ સમસ્યા સામે ક્યારે જાગે છે શું જનતાને આ ટ્રાફિકના નરકમાંથી મુક્તિ મળશે કે પછી પર્યટકો અને વેપારીઓએ હજુ પણ આ જ રીતે હાડમારી વેઠવી પડશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
