Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

Rajeshkumar Jadav
Last updated: June 8, 2026 5:09 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

 

પ્લાસ્ટિક મુક્તિથી સ્વચ્છતા સુધી: પાટણ જિલ્લામાં ૭ દિવસીય વિશેષ અભિયાન

૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન વિશેષ સ્વચ્છતા સપ્તાહનું આયોજન

લોકભાગીદારીથી સ્વચ્છતા, સ્વચ્છતાથી વિકાસ: વિકસિત પાટણનો સંકલ્પ

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

સ્વચ્છ ગામ, સમૃદ્ધ પાટણ: વિકાસના નવા યુગની શરૂઆત

વિકસિત ભારત@૨૦૪૭ના સપનાને સાકાર કરવા “ગામેગામ સ્વચ્છતાનો શંખનાદ”

 

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકાર દ્વારા તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી જનજાગૃતિ અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં તા. ૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન વિશેષ સ્વચ્છતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો, જનપ્રતિનિધિઓ, કર્મયોગીઓ તથા નાગરિકોના સહયોગથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ સ્વચ્છતા આધારિત પ્રવૃત્તિઓ યોજાશે.

અભિયાનના પ્રથમ દિવસે ગામોગામ સાયકલ રેલી, બાઈક રેલી અને પદયાત્રા દ્વારા સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) નિયમોના અસરકારક અમલીકરણ માટે જરૂરી કામગીરી હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સેગ્રીગેશન શેડની ઉપલબ્ધતા અંગે સમીક્ષા પણ કરવામાં આવશે.

અભિયાન દરમિયાન “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ” અંતર્ગત ગામોના મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ સઘન પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ યોજાશે. એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરાનું વજન નોંધવામાં આવશે અને તેના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે.

More Read

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના
પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ
વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ

તળાવો, નદીકિનારા, જળાશયો અને ખુલ્લા પ્લોટોમાંથી કચરો દૂર કરી સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે. પાણી ભરાઈ રહેતા સ્થળો અને હેન્ડપંપની આસપાસની સફાઈ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરાશે. ઉપરાંત ખુલ્લી અને બંધ ગટર, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ ગામની શેરીઓ અને રસ્તાઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે.

જિલ્લાભરના સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, ધાર્મિક સ્થળો, હાટ-બજારો અને અન્ય જાહેર સ્થળોએ વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. અભિયાનના અંતિમ દિવસે નાગરિકોને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવશે તેમજ SWM Rules-2026 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. ખાસ કરીને ઘરગથ્થુ કચરાને ભીનો, સુકો, જોખમી અને સેનેટરી એમ ચાર પ્રકારમાં અલગ કરવાની બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનમાં માનનીય સંસદસભ્યઓ, ધારાસભ્યઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી એકત્રિત થતા લેગસી વેસ્ટના કાયમી નિકાલ અને બસ સ્ટેન્ડ, શાકભાજી માર્કેટ યાર્ડ જેવા વધુ કચરો એકત્રિત થતા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

પાટણ જિલ્લામાં હાથ ધરાયેલું આ વિશેષ સ્વચ્છતા અભિયાન માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને નાગરિક જવાબદારી અંગેની જાગૃતિનું શક્તિશાળી જનઆંદોલન બની “વિકસિત પાટણ”ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્વચ્છ, સ્વસ્થ, સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ પાટણના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત@૨૦૪૭ અને વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં જિલ્લો વધુ એક મજબૂત પગલું ભરી રહ્યો છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો
Next Article વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video