ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી

ડભોઇ તાલુકાના ચાણોદ ગંગા દશાહરા મહોત્સવ: ચાંદોદમાં શ્રદ્ધાળુઓની ભીડ સ્નાન સહિત સાંધ્યકાળની મહાઆરતીનો લાભ લીધો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના ચાંદોદ અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત ગંગા દશાહરા મહોત્સવનો તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પ્રારંભથતાં નર્મદા સ્નાન સહિત ગંગાદશાહરા મહોત્સવની સાંધ્યકાળની નિત્ય મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટે પધાર્યા હતા. રોજ રોજ ઉમટતા ભાવિક ભક્તો પૂજન અર્ચન સહિત મહાઆરતી નિહાળી શકે તે માટે ચાલુ વર્ષે એલઇડી સ્ક્રીન ઉભી કરાઈ છે.

અધિક જેઠ સુદ એકમથી અધિક જેઠ સુદ દશમ તા.25 મે સુધી ચાલનારા ગંગા દશાહરા મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક મલ્હારરાવ ઘાટે મહા આરતી સહિત ભૂદેવો દ્વારા થતા પવિત્ર પૂજન અર્ચન સાથે સ્નાનનો લાભ લઈ અધિક માસનું બેવડા પુણ્યનું ભાથું બાંધી ભાવિકો કૃતાર્થ થશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
