ડભોઈ નગરપાલિકા કોંગ્રેસના હાથમાં સત્તાનું સુકાન કોણ બનશે પ્રમુખ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે સૌની નજર આગામી ૧૯ મે, ૨૦૨૬ ના રોજ યોજાનારી પ્રથમ બેઠક પર છે. ૨૮ એપ્રિલના રોજ જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે બહુમતી હાંસલ કરીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.
નગરપાલિકાની કુલ ૩૬ બેઠકો પર થયેલા રસાકસીભર્યા જંગમાં પક્ષવાર સ્થિતિ નીચે મુજબ છે
કોંગ્રેસ: ૨૧ બેઠકો (સ્પષ્ટ બહુમતી)
ભાજપ: ૧૫ બેઠકો પ્રથમ બેઠક અને સમય
પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી માટેની મહત્વની બેઠકનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે તારીખ: ૧૯-૦૫-૨૦૨૬
સમય: બપોરે ૩:૦૦ વાગ્યે સ્થળ: સેવા સદન, કોન્ફરન્સ હોલ, ડભોઈ અધ્યક્ષ: નાયબ કલેક્ટર પ્રમુખ પદ માટેની દાવેદારી
રોસ્ટર પદ્ધતિ મુજબ આ ટર્મ માટે પ્રમુખ પદ મહિલા (સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ) માટે અનામત છે. હાલમાં કોંગ્રેસમાં આ પદ માટે મુખ્ય બે નામો ચર્ચાઈ રહ્યા છે:
પુષ્પાબેન સતિષભાઈ રાવળ: ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષ રાવળના વોર્ડ નં. ૨ માંથી વિજેતા ઉમેદવાર બીજા ઉમેદવાર. શીતલબેન પટેલ: વોર્ડ નં. 5 માંથી ચૂંટાયેલા અન્ય પ્રબળ દાવેદાર.
વર્તમાન સ્થિતિ: હાલમાં કોંગ્રેસના તમામ સભ્યો અજ્ઞાત સ્થળે (બહાર) હોવાનું મનાઈ રહ્યું છે, જેઓ ૧૯ તારીખે સીધા જ સેવા સદન ખાતે હાજર થશે.કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા કોના નામ પર મહોર મારવામાં આવે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. ૧૯મી તારીખે બપોરે જ ડભોઈના નવા ‘નગરપતિ’ ના નામ પરથી પડદો ઊંચકાશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
