ચાંદોદ-નવા માંડવા સીમમાં શોર્ટ સર્કિટથી 10-12 એકર મકાઈનો પાક ભસ્મ, ખેડૂતોને ભારે નુકસાન

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ તાલુકાના ચાંદોદ-નવા માંડવાની સીમમાં ખેતરો ની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટના કારણે વીજ તણખા ખેતરમાં પડતા અંદાજિત 10 થી 12 એકર જમીનમાં પાંચ ખેડૂતોનો મકાઈનો મહામુલો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે
ચાંદોદ-નવા માંડવાની સીમમાં રેલ્વે સ્ટેશન તરફ જતી નેર વિસ્તારમાં આવેલા ખેતરો ની બાજુમાંથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઈનમાં સોમવારે બપોરે એકાએક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થવાથી વીજ તણખા બાજુના ખેતરમાં પડતા તૈયાર મકાઈનો પાક ભળભળ બળવા લાગ્યો હતો પાક બળતો જોઈ દોડી આવેલા ખેડૂતોએ પાણીનો મારો ચલાવવાની સાથે ડભોઇ ફાયર ફાઈટર ની મદદ લીધી હતી.

પરંતુ પાકને બચાવી શક્યા ન હતા સુસવાટા ભેર ફુકાતા પવનના કારણે જોતાજોતા માં આસપાસના 10 થી 12 એકર જમીનમાં મકાઈનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોય માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે થોડા દિવસો પહેલા સર્જાયેલી કુદરતી આફત, મકાઈ ના ટેકાના ભાવનો અભાવ તેમજ ખેતરમાં લાગેલી આગની ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા છેપાક બળી જવાથી આર્થિક નુકસાની થતા એમજીવીસીએલ દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ ઉચ્ચારી રહ્યા છે
એમજીવીસીએલની વીજ લાઈનમાં ખામી સર્જાતા વિજતણખા ખેતરમાં પડતા પાંચ ખેડૂતો નો મકાઈનો પાક સંપૂર્ણ બળીને ખાસ
1) યજ્ઞેશ મુકુંદભાઈ ત્રિવેદી
૨) ગણેશભાઈ ઇશ્વરભાઇ મા છી
૩) અશોકભાઈ મોહનભાઈ માછી
૪) ભીખાભાઈ ડાહ્યાભાઈ માછી
૫) ગોપાલભાઈ ભીખાભાઈ માછી
Box.. આગને કાબુમાં લેવા ખેડૂતોએ ડભોઇ ફાયર ફાઈટર ની મદદ લીધી હતી ફાયર ફાઈટર ની ટીમ આગ કાબુમાં લે પહેલા જ બધું બળીને ખાખ થઈ ગયું હતું છતાં ફાયર ફાઈટરને 3000 રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
