પીવાના પાણીની ધોળે દિવસે લૂંટ: તંત્રની રહેમનજર હેઠળ

ડભોઇ તાલુકાના રાજલી પાસે પીવાના પાણીની ધોળે દિવસે લૂંટ: તંત્રની રહેમનજર હેઠળ હોટલ ધારકો દ્વારા પાણીની ચોરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક ગામો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના રાજલી ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન પર અધિકારીઓની મિલીભગતથી પાણીની ઉઘાડી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. રાજલી પાસે આવેલા પાણીના વાલ્વમાંથી હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ સ્થાનિક હોટલ ધારકો ઉઠાવી રહ્યા છે તંત્રની મિલીભગત કે બેદરકારી સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર,
રાજલી ગામ પાસેની આ પાઇપલાઇનના વાલ્વમાં મોટા પાયે લીકેજ છે. આ લીકેજને રીપેર કરવાને બદલે, આસપાસના હોટલ ધારકોએ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ બાંધી, પાઇપ અને ટોટીઓ ફિટ કરી દીધી છે. આ વ્યવસ્થા દ્વારા હોટલોમાં મફતનું હજારો ગેલન પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છેસૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ અંગે હોટલ સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ નિર્ભયતાથી જણાવ્યું હતું કે આ વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જ કરી આપી છે
હજારો લીટર પાણીનો વેડફાટ: રોજનું હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે અથવા ચોરી થઈ રહ્યું છેભ્રષ્ટાચારની ગંધ: શું પાણી પુરવઠાના અધિકારીઓ કે ત્યાંના પગીઓ (લાઈનમેન) મસમોટી રોકડી કરીને હોટલ ધારકોને જલસા કરાવી રહ્યા છે?

જનતાને હાલાકી: ગામડાઓમાં જ્યારે પાણીની અછત વર્તાતી હોય, ત્યારે હોટલ ધારકો તંત્રના આશીર્વાદથી મફતનું પાણી વાપરી રહ્યા છે.શું ઉચ્ચ અધિકારીઓ આ ખુલ્લી પાણી ચોરી સામે લાલ આંખ કરશે?
૨. લીકેજ રીપેર કરવાના બહાને હોટલ ધારકોને પાણી વેચવાનો ખેલ ક્યાં સુધી ચાલશે જવાબદાર પગી કે અધિકારી સામે તપાસના આદેશ અપાશે કે પછી આ મામલો ઠંડો પાડી દેવાશે થયા બાદ ઊંઘતું તંત્ર જાગશે ખરું? શું રાજલીની જનતાના હકનું પાણી બચાવવામાં આવશે કે પછી હોટલ ધારકોની આ પાણીદાર’ લૂંટ ચાલુ જ રહેશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
