કાળઝાળ ગરમી વચ્ચે: વેપારીઓનો અનોખો પ્રયોગ

ડભોઇમાં કાળઝાળ ગરમી વચ્ચે વેપારીઓનો અનોખો પ્રયોગ: ગ્રાહકોની સુવિધા માટે મુખ્ય બજારમાં લગાવી ગ્રીન નેટ
કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital message
ડભોઇ હાલ સમગ્ર રાજ્ય સાથે ડભોઇ પંથકમાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે જેના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગરમીની આ સીધી અસર સ્થાનિક વેપાર-ધંધા પર પડી છે અને બજારમાં ગ્રાહકોની અવરજવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને ગ્રાહકોની સુવિધા માટે ડભોઇના વેપારીઓએ એક સુંદર અને માનવતાવાદી આયોજન કર્યું છે

વેપારીઓનું સુંદર આયોજન ગ્રાહકોને મળશે ગરમીથી રાહત
બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને રાહદારીઓને કાળઝાળ ગરમીનો સામનો ન કરવો પડે તે માટે વેપારીઓ દ્વારા બજારની મધ્યમાં (બે દુકાનોની વચ્ચે) લીલા રંગની નેટ બાંધવામાં આવી છે શીતળતાનો અહેસાસ આ લીલી નેટના કારણે ધોમધખતા તડકામાં પણ બજારના રસ્તાઓ પર સુંદર છાંયડો થઈ ગયો છે આરામથી ખરીદી ગ્રાહકો હવે તડકાની ચિંતા વગર દુકાનો પાસે ઊભા રહીને શાંતિથી ખરીદી કરી શકે છે મુસાફરોને રાહત બજારમાંથી પસાર થતા રાહદારીઓ અને મુસાફરો માટે પણ આ નેટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કારણ કે તેઓ પણ ગરમીથી બચવા થોડીવાર આ છાંયડામાં વિસામો લઈ શકે છે બજારમાં ફરી રોનક આવવાની આશા તીવ્ર ગરમીના કારણે બજારો સુમસામ ભાસી રહ્યા હતા, પરંતુ વેપારીઓના આ સ્માર્ટ અને સંવેદનશીલ અભિગમથી ગ્રાહકોને મોટી રાહત મળશે વેપારીઓના આ સુંદર આયોજનની સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે. ગરમીના કપરા સમયમાં ગ્રાહકોના હિત માટે લેવાયેલો આ નિર્ણય ખરેખર બિરદાવવા લાયક છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી,ડભોઇ