ગ્રામજનો: ઉભરાતી ગટરો વચ્ચે જીવવા મજબૂર!

ડભોઈ તાલુકાના સેજપુરા ગામ નરકાગાર બન્યું ૮ મહિનાથી ઉભરાતી ગટરો વચ્ચે જીવવા મજબૂર ગ્રામજનો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન’ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, ત્યારે ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકોનું જનજીવન નર્ક સમાન બની ગયું છે સરપંચની ઘોર નિષ્કાળજી રજૂઆતો બધે જ બહેરી કાન પર ગામજનોના આક્ષેપ મુજબ, ગટરનું પાણી ગામના મુખ્ય માર્ગો અને ઘરોની આસપાસ ભરાઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક સરપંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી સરપંચની આ નિષ્કાળજી અને ઉદાસીનતાને કારણે સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રોગચાળાની દહેશત: જવાબદાર કોણ?

ગટરના ગંદા પાણીને કારણે ગામમાં:
મચ્છરોનો ઉપદ્રવ: અસહ્ય મચ્છરોને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવવાની પૂરી શક્યતા છે દુર્ગંધ: આખા ગામમાં ગંદકીની દુર્ગંધ ફેલાતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે પદયાત્રીઓને મુશ્કેલી: રસ્તાઓ પર પાણી ફરી વળતા બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છેજો આગામી દિવસોમાં આ ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે અને ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે, તો તેના માટે જવાબદાર કોણ સ્વચ્છતા અભિયાનના મોટા દાવાઓ વચ્ચે સેજપુરામાં આટલી ગંદકી કેમ ૮ મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં નિકાલ કેમ નથી આવ્યો પંચાયત દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે?
તંત્ર જાગે તે જરૂરી સેજપુરાના ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી કરીને તેઓ રોગચાળાના ખતરાથી બચી શકે અને માનભેર જીવી શકે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
