Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર APMC માં ત્રિવિધ લોકાર્પણ
ગુજરાત

રાધનપુર APMC માં ત્રિવિધ લોકાર્પણ

Rajeshkumar Jadav
Last updated: July 11, 2026 1:44 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુર APMC

માં ત્રિવિધ લોકાર્પણ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાધનપુર એપીએમસી ખાતે ત્રિવિધ લોકાર્પણ

બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડની ખેડૂતોને મળી આધુનિક સુવિધાઓ

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

ખેડૂતોના હિતમાં લેવાતા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે:વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ વિસ્તારના ખેડૂતોએ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ ઊભું કર્યું છે:કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી

 

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજી ખેડૂતહિતના નિર્ણયો લેવામાં સક્રિય હોવાનું જણાવ્યું હતું. તેમણે એપીએમસી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર-સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચતાં ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત બનાવી ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખેડૂતોને વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિ અને ખારાશવાળી જમીન હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. ખેતી ક્ષેત્રે યુવાનોની વધતી ભાગીદારીને તેમણે આવકારતા પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો. સાથે જ માર્કેટયાર્ડ ખાતે શરૂ થયેલી નવી સુવિધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યકક્ષાના ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી સ્વરૂપજી ઠાકોરે સ્વાગત પ્રવચન કરતાં તમામ મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતોએ ખારાશવાળી જમીનમાં પણ સફળતાપૂર્વક ખારેકની ખેતી કરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ત્રિવિધ લોકાર્પણ સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, એપીએમસી રાધનપુરના ચેરમેન બાબુભાઈ ચૌધરી, પાટણ- બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
Next Article હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video