Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
ક્રાઈમ

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

Rajeshkumar Jadav
Last updated: July 12, 2026 12:56 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર એલસીબીનો દરોડો, ત્રણ આરોપી ઝડપાયા

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ: જિલ્લા સ્થાનિક ગુના શાખા (એલસીબી)એ હારીજ પોલીસ મથક વિસ્તારના જાસ્કા ગામની સીમમાં દરોડો પાડી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ વિદેશી દારૂનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી જિલ્લામાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જાસ્કા ગામની અરીઠાવાળા આંટા તરીકે ઓળખાતી સીમમાં ભરતસિંહ ભીખુજી રાઠોડના કબજાના ખેતરમાં આવેલી ઓરડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડ Blenders Pride Whisky નામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી ભરતસિંહ ભીખુજી રાઠોડ (રહે. જાસ્કા), ચાંપરાજ સોમભાઈ કાઠી (રહે. વિરમગામ) અને કુંવરસિંહ શીવુજી ઝાલા (રહે. શંખેશ્વર)ની ધરપકડ કરી હતી. જ્યારે શિવરાજ મારવાડી (રહે. જોધપુર, રાજસ્થાન) ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

દરોડા દરમિયાન પોલીસે Blenders Pride નામની 750 એમએલની 60 સીલબંધ બોટલો, સ્ટીકરના રોલ, સીલિંગ પટ્ટીઓ, પ્લાસ્ટિકની ડોલ અને ટબ, 700 કાળા ઢાંકણા, 700 ખાલી કાચની બોટલો તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે હારીજ પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. સોલંકી, પીએસઆઈ પી.વી. ચૌધરી, એએસઆઈ જાલુભા બાલસંગજી,અ.હેડ.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.હેડ.કો. લખનકુમાર અમૃતભાઇ, અ.હેડકો. હસમુખસિંહ અમરાભાઇ, આ.પો.કો મનુભાઇ કરસનભાઇ, આ.પો.કો ઇંદ્રજીતસિંહ લાખાજી, ડ્રા.પો.કોન્સ. બીપીનકુમાર વેરશીજી તેમજ એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર APMC માં ત્રિવિધ લોકાર્પણ
Next Article પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video