ડભોઇમાં રખડતા ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસડ્યો ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો ડભોઇ ના દશાલાડવાડી રામટેકરી વિસ્તારની હૃદય કંપાવનારી ઘટનાથી રહીશોમાં ભારે રોષ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
નગરપાલિકાના પાપે નિર્દોષોના જીમજોખમમાં
ડભોઇ નગરમાં રખડતા પશુઓ અને તેમાં પણ ખાસ કરીને ભૂંડોનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે ડભોઇ નગરના દશાલાડવાડી રામટેકરી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે અહીં ઘરના આંગણામાં રમી રહેલા એક ૬ વર્ષના માસૂમ બાળક પર ભૂંડે હિંસક હુમલો કર્યો હતો. ભૂંડ બાળકને પોતાના મોંમાં દબાવીને દૂર સુધી ખેંચી ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.આંગણામાંથી બાળકને ઉપાડી ગયું ભૂંડ મળતી માહિતી મુજબ, રામટેકરી વિસ્તારમાં રહેતો ૬ વર્ષનો માસૂમ બાળક મહંમદ જીલાની અખ્તરભાઈ મન્સૂરી (વાણીયાવાલા) પોતાના ઘરના આંગણા પાસે હાજર હતો આ દરમિયાન અચાનક એક હિંસક ભૂંડ ત્યાં ધસી આવ્યું હતું અને માસૂમ બાળક પર તૂટી પડ્યું હતું ભૂંડ આવહાલસોયા બાળકને પોતાના મોંમાં પકડીને ઢસડતું-ખેંચતું દૂર સુધી લઈ ગયું હતું.બૂમાબૂમ થતાં બાળકનો જીવ બચ્યો: બાળકને આ રીતે ભૂંડના મોંમાં કણસતો જોઈને આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ જોરજોરથી બૂમાબૂમ કરી લાકડીઓ પછાડતા આખરે ભૂંડ બાળકને છોડીને ત્યાંથી ભાગી છૂટ્યું હતું જો કે આ હુમલામાં માસૂમ મહંમદ જીલાનીને શરીરે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ (ખીજાઓ) પહોંચી હતી.
લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

રાત્રિના અંધારામાં ભૂંડો છોડી જવાનું કૌભાંડ સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, ડભોઇ શહેરમાં દિવસેને દિવસે ભૂંડોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો રાત્રિના અંધારામાં બહારથી ભૂંડો ભરીને ડભોઇ શહેરમાં છોડી જાય છે આ કારણે નગરમાં ઠેર-ઠેર ભૂંડોના મોટા-મોટા ઝુંડ જોવા મળે છે, જે હવે નગરજનો માટે જીવનું જોખમ બની ગયા છે.તંત્રની ઘોર બેદરકારી: શું કોઈનો ભોગ લેવાશે ત્યારે જાગશે નગરપાલિકા
ડભોઇ નગરમાં ભૂંડોનો આટલો મોટો જથ્થો જાહેરમાં ફરતો હોવા છતાં ડભોઇ નગરપાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો હવે સવાલો ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે
આવા નિર્દોષ બાળકો લોહીલુહાણ થાય ત્યાં સુધી તંત્ર કેમ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું છે
આ હૃદયદ્રાવક ઘટના બાદ ડભોઇના નાગરિકોમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ છે. રહીશોએ માંગ કરી છે કે નગરપાલિકા અને લાગતા-વળગતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવે, નગરમાંથી ભૂંડોનો ત્રાસ નાબૂદ કરે અને રાત્રે ભૂંડો છોડી જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
