કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ડભોઇ કરોડોના બજેટ છતાં વન વિભાગની કચેરી છેલ્લા 4 વર્ષથી જર્જરિત, ચોમાસું નજીક આવતા જ અધિકારીઓ ચિંતામાં
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ગણતરીના દિવસોમાં ચોમાસું બેસશે છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં મંજૂર થયેલી ગ્રાન્ટ છતાં નવી ઓફિસનું કામ કેમ અટક્યું તે મોટો સવાલ ડભોઇ એક તરફ ગુજરાત સરકાર રાજ્યને ડિજિટલ અને આધુનિક ‘ગુજરાત મોડલ’ બનાવવાની મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ડભોઇ વન વિભાગની કચેરી સરકારી તંત્રની ઉદાસીનતાની જીવતી જાગતી સાક્ષી પૂરી રહી છે.
ડભોઇ શિનોર ચોકડી નજીક, ચાણોદ વાલી ફાટક પાસે આવેલી વન વિભાગની કચેરી છેલ્લા ચાર વર્ષથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે નવાઈની વાત એ છે કે આ નવી ઓફિસ બનાવવા માટેના નાણાં પણ સરકારે ઘણા સમય પહેલાં મંજૂર કરી દીધા છે તેમ છતાં વહીવટી તંત્રની આળસને કારણે હજુ સુધી આ કચેરીનું નિર્માણ થઈ શક્યું નથી ચોમાસું માથે છતાં અધિકારીઓ વન ઝૂંપડીમાં બેસવા મજબૂર સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં જ આ નવી ઓફિસનું કામ પૂર્ણ કરી દેવાનું આયોજન હતું જો કે હવે ચોમાસાના માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હજુ સુધી કામ આગળ વધ્યું નથી. છેલ્લા ચાર વર્ષથી આ કન્ડમ (જર્જરિત) બિલ્ડિંગના કારણે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય જગ્યાએ બેસીને કામ કરવાની ફરજ પડી રહી છે.

આગામી ચોમાસામાં ફરી એકવાર અધિકારીઓએ સુવિધા વગરની ‘ધરમપુરી વન ઝૂંપડી’માં બેસવાનો વારો આવશે, જેને લઈને સ્ટાફમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.સૌથી મોટો સવાલ: પકડાયેલા સાપ, દીપડા અને મગરને રાખવા ક્યાં ડભોઇ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર રહેણાંક વિસ્તારોમાંથી સાપ, ઝેરી સરિસૃપો, દીપડા કે નર્મદા નદી કિનારેથી મગર પકડાવાના બનાવો બનતા રહે છે. વન વિભાગની ઓફિસમાં પૂરતી વ્યવસ્થા અને પાંજરા રાખવાની સલામત જગ્યા ન હોવાના કારણે વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેમને ક્યાં રાખવા તે વન વિભાગના અધિકારીઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. જો કોઈ હિંસક પ્રાણી પકડાય અને સુરક્ષિત વ્યવસ્થા ન હોય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જ્યારે કચેરીના નિર્માણ માટેના પૈસા અને ગ્રાન્ટ વહેલા સર મંજૂર થઈ ગયા છે, તો પછી ઓફિસ બનાવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છેકોન્ટ્રાક્ટર કે વહીવટી તંત્રની કઈ બેદરકારીના કારણે સરકારી કામ ટલ્લે ચઢ્યું છે ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર બાબતે કેમ મૌન સેવી રહ્યા છે ચોમાસા દરમિયાન વન્યજીવો બહાર નીકળવાની ઘટનાઓ વધી જતી હોય છે ત્યારે ડભોઇ વન વિભાગની કચેરીનું કામ વહેલી તકે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે અને અધિકારીઓને પડતી મુશ્કેલીઓનો અંત આવે તેવી સ્થાનિકો અને કર્મચારીઓની ઉગ્ર માંગ છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
