Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ
ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

Rajeshkumar Jadav
Last updated: May 20, 2026 3:12 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર લાખોના ખર્ચે બનેલા બસ સ્ટોપ ધૂળ ખાઈ રહ્યા છે તંત્રની ઘોર બેદરકારી. ડભોઈ નાંદોદી ભાગોળ પાસે પેસેન્જરોને બદલે અસામાજિક તત્વો અને માનસિક અસ્વસ્થ લોકોનો અડ્ડો બન્યા: લાખો રૂપિયાનું આંધણ માત્ર પાણીમાં ગયું?

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

Capital message 

ડભોઇ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SOU) ને જોડતા ડભોઇના મુખ્ય માર્ગો પરથી રોજના હજારો પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો પસાર થાય છે. પરંતુ ડભોઇના નાંદોદી ભાગોળ પાસે મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા બે નાના એસ.ટી. બસ ડેપો (પીકઅપ સ્ટેન્ડ) હાલમાં સરકારી તંત્ર અને અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે સદંતર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ ડેપો હાલ મુસાફરો માટે આશીર્વાદ બનવાને બદલે માત્ર ધૂળ ખાઈ રહ્યા છે

સામસામે આવેલા બંને ડેપો બન્યા અસામાજિક તત્વોનું આશ્રયસ્થાન

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

નાંદોદી ભાગોળ પાસે રસ્તાની આમને-સામને મુસાફરોને બસની રાહ જોવા માટે શેડ સાથેના નાના ડેપો બનાવવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમયથી એસ.ટી. વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા એની કોઈ દેખરેખ રાખવામાં આવી નથી. પરિણામે, અહીં કોઈ મુસાફરો ઊભા રહી શકતા નથી. હાલ આ જગ્યા પર દિવસ-રાત કેટલાક અસામાજિક તત્વો અને માનસિક અસ્વસ્થ લોકો બેસી રહે છે તેમજ સૂઈ જાય છે. આ બસ સ્ટેન્ડ જોઈને એવું લાગે છે કે આ મુસાફરો માટેનું સ્ટેન્ડ નથી, પરંતુ કોઈનો ખાનગી અડ્ડો હોય!

ગંદકીના ઢગલા અને સુવિધાઓનો સદંતર અભાવ સરકારે પ્રજાના ટેક્સના પૈસા વાપરીને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું તો કરી દીધું, પણ તેમાં પ્રાથમિક સુવિધાઓની ભારે અછત છે. પૂરતી સફાઈ ન થવાના કારણે આ નાના ડેપોમાં કચરાના મોટા-મોટા ઢગલા જામ્યા છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. આવી ગંદકી અને અસામાજિક તત્વોના ડરના લીધે મહિલા મુસાફરો, વૃદ્ધો અને બાળકોને ધોમધખતા તડકામાં કે વરસાદમાં રસ્તા પર ઉભા રહીને બસની રાહ જોવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે કે પ્રજાના પૈસા આ રીતે પાણીમાં કેમ વહાવી દેવામાં આવ્યા સ્થાનિકો અને મુસાફરોની વ્યાપક માંગ જો સત્તાધીશો અને એસ.ટી. વિભાગના જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે, આ બંને બસ સ્ટેન્ડની યોગ્ય સાફ-સફાઈ કરાવે અને ત્યાંથી અનધિકૃત લોકોને હટાવીને વ્યવસ્થિત વાતાવરણ પૂરું પાડે, તો આવનારા સમયમાં પેસેન્જરો તેનો સાચો ઉપયોગ કરી શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળને જોડતા માર્ગ પર આવા દ્રશ્યો ડભોઇના વિકાસની પોલ ખોલી રહ્યા છે, ત્યારે તંત્ર વહેલી તકે જાગશે કે કેમ તે જોવું રહ્યું.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી
Next Article ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video