Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો
ગુજરાત

દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

Rajeshkumar Jadav
Last updated: April 17, 2026 7:15 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સમી : જૂના બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય : દુર્ગંધથી જનતા પરેશાન, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વચ્ચે સમી જૂના બસ સ્ટેન્ડની દયનીય હાલત : ગંદકી અને દુર્ગંધથી જનતા ત્રસ્ત, તંત્ર સામે ઉઠ્યા સવાલો- 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

સમી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની હાલત દિવસેને દિવસે દયનીય બનતી જઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છૅ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છૅ. જેના કારણે સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જાહેર સ્થળ હોવા છતાં સ્વચ્છતા અંગે કોઈ જ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિન્હ ઉભા થયા છે.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

જૂના બસ સ્ટેન્ડ નજીક ત્રણ ધાર્મિક સ્થળો આવેલા હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આસપાસ ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે ભક્તોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર સ્થળો આસપાસ જ આવી ગંદકી હોવું સ્થાનિકોમાં નારાજગીનું મુખ્ય કારણ બન્યું છે.

વિસ્તારમાં જમા થતી કચરાની ઢગલાઓ, ગંદા પાણીના થાંભલા અને અયોગ્ય સફાઈના કારણે આખો વિસ્તાર દુર્ગંધથી ભરાઈ ગયો છે. જેના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વડીલો, બાળકો અને મહિલાઓ માટે આ પરિસ્થિતિ વધુ કષ્ટદાયક બની રહી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે લાંબા સમયથી સફાઈ અને જાળવણીના અભાવે અહીં આરોગ્ય સંબંધિત જોખમ ઊભા થયા છે. મચ્છરો અને જીવાતોનું પ્રમાણ વધતા રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ વ્યાપી રહી છે. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

આ ઉપરાંત, જૂનો બસ સ્ટેન્ડ હોવાને કારણે આજુબાજુના ગામડાઓમાં જવા આવતા મુસાફરોને પણ ભારે તકલીફો વેઠવી પડે છે. બેસવાની, રાહ જોવાની કે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સમી ગ્રામપંચાયત આ ગંભીર સમસ્યાને લઇને સંપૂર્ણ નિષ્ક્રિય બની છે અને તંત્ર હજુ સુધી ‘નિંદ્રામાં’ હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ વધતો જઈ રહ્યો છે.

હવે સમયની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મુદ્દે ગંભીરતા દાખવી સ્વચ્છતા અભિયાન હાથ ધરે, નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને જરૂરી સુવિધાઓ ઉભી કરે, જેથી જનતા અને દર્શનાર્થીઓને રાહત મળી શકે.

સમીના જૂના બસ સ્ટેન્ડની આ દયનીય સ્થિતિ માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ જાહેર આરોગ્ય અને નાગરિક સુવિધાઓ માટે પણ ચિંતાનો વિષય બની છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને લોકોની આ વેદનાને ક્યારે અંત મળશે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ‘પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા’ નાટકે નગરજનોને હસાવ્યા,
Next Article ‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video