ડભોઇના બજારમાં ‘ગોસામલી’ની જમાવટ: કમોસમી વરસાદને પગલે આવક ઘટી,ભાવમાં ઉછાળો

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ ગાયકવાડી નગરી ડભોઇ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો હાલ પોતાની એક ખાસ મોસમી ઉપજને કારણે ચર્ચામાં છે. ડભોઇ તાલુકાના નદી કિનારાના ગામોમાં કુદરતી રીતે થતી ‘ગોસામલી’ અત્યારે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ડભોઇ એસ.ટી. ડેપો અને આસપાસના વિસ્તારોમાં ગ્રામીણ લોકો આ મીઠી ગોસામલી વેચવા માટે ઉમટી પડ્યા છેસ્વાદમાં અનોખી: જાણે કુદરતી કોપરું ગોસામલી તેની ખાસિયતને કારણે ખાણી-પીણીના શોખીનોમાં ખૂબ લોકપ્રિય છે દેખાવ: આ ફળ ઉપરથી રંગબેરંગી દેખાય છે, પરંતુ તેને ખોલતા અંદરથી તે એકદમ સફેદ દૂધ જેવું નીકળે છે.
સ્વાદ: તેનો સ્વાદ અત્યંત મીઠો હોય છે અને ખાતી વખતે તે અદ્દલ તાજા કોપરા જેવો અનુભવ કરાવે છે. નદી કિનારાની રેતાળ જમીન અને કુદરતી વાતાવરણને કારણે તેનો સ્વાદ અન્ય ફળો કરતા સાવ અલગ હોય છે.

ભાવમાં તેજી: કિલોના ₹200 સુધીના ભાવ ચાલુ વર્ષે ડભોઇ પંથકમાં પડેલા કમોસમી વરસાદની સીધી અસર આ કુદરતી પાક પર જોવા મળી છેનુકસાન: કમોસમી વરસાદને કારણે ગોસામલીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે બજારમાં તેનો ઉતારો (આવક) ઓછો રહ્યો છેબજાર ભાવ: આવક ઓછી અને સામે માંગ વધુ હોવાને કારણે હાલ બજારમાં ગોસામલી ₹150 થી ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ભલે ભાવ થોડો વધારે હોય, પણ વર્ષમાં અમુક જ સમય માટે મળતી આ ‘મીઠી ગોસામલી’નો સ્વાદ માણવાનું ડભોઇવાસીઓ ચૂકતા નથી. ખાસ કરીને ગ્રામીણ સ્ત્રીઓ અને પુરુષો વહેલી સવારથી જ તાજી ગોસામલી લઈને શહેરના માર્ગો પર જોવા મળે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
