રાજકીય તણાવ: ધારાસભ્ય સાથે ધક્કામુક્કી, કાર્યકરો વચ્ચે મારામારી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ તાલુકા પંચાયત કચેરી ખાતે ગતરોજ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા બાબતે ધારાસભ્ય સાથે ઝપાઝપી તેમજ ભાજપ કોગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી મામલો સર્જાયો હતો બનાવ અનુસંધાને ફરિયાદી મૂળજીભાઈ વસાવાએ કોંગ્રેસ પક્ષના 7 લોકો ઉપર એટ્રોસિટી અને રાયોટિંગ નો ગુનો નોંધાયો હતો જેમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ સહિત થુવાવી સીટ પરના કોગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર રાકેશ પટેલ પર નોંધાતા રાજકીય ક્ષેત્રે ભુકંપ સર્જાયો હતો…

ગઈકાલે ડભોઇ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો તાલુકા પંચાયત કુંઢેલા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મૂળજીભાઈ સોમાભાઈ વસાવા રહેવાસી કુંઢેલા નવીનગરી ના ઓ એ પોતાની ઉમેદવારી પરત ખેંચવા માંટે કચેરી ખાતે પહોંચ્યા હતા તે વખતે કોંગ્રેસના સુધીરભાઈ દિલીપભાઈ બારોટ રાકેશભાઈ વિનોદચંદ્ર પટેલ અંકિતભાઈ રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કમલ રાકેશ બારોટ અક્ષય કિરીટભાઈ બારોટ અજય ધર્મેશભાઈ બારોટ અને દિલીપભાઈ અંબાલાલ પટેલે ભેગા મળી તું ફોર્મ કેમ પાછું ખેંચે છે તું તારે જાત બતાવી દીધી છે તેમ કહી પૂર્વક તમામ મંત્રી રચીએ મૂળજીભાઈને મારી નાખવાની ધમકી આપી તથા ગમેતેમ માં બહેન સમાન ગાળો તથા જાહેરમાં જાતી વિશે કપમાં જનક શબ્દો બોલે ઝપાઝપી અને ધક્કા મુકી થતા દરમિયાન ધારાસભ્ય વચ્ચે સમજાવવા જતા દરમ્યાન તેઓ સાથે ઝપાઝપી થતા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારી ના પગલે આજરોજ મૂળજીભાઈ સોમાભાઈ વસાવા એ ઉપરોક્ત તમામ વિરોધ ડભોઇ પોલીસમાં એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ કરતા રાજકીય ક્ષેત્રે ભુકંપ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
