Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં જન મંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક ‘પાવરફુલ પાટીદાર’નું સફળ આયોજન
ગુજરાત

પાટણમાં જન મંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક ‘પાવરફુલ પાટીદાર’નું સફળ આયોજન

Rajeshkumar Jadav
Last updated: July 6, 2026 7:47 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણમાં જન મંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક ‘પાવરફુલ પાટીદાર’નું સફળ આયોજન

હાસ્ય સાથે પરિવારના સંસ્કાર, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સામાજિક પડકારો સામે જાગૃતિનો પ્રભાવશાળી સંદેશ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

Capital message 

પાટણ : આજના ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં પરિવારના સંસ્કાર, માતા-પિતાના માર્ગદર્શન અને સંતાનો સાથે સતત સંવાદનું મહત્વ ઉજાગર કરવાના હેતુથી જન મંગલ પરિવાર, પાટણ દ્વારા લોકપ્રિય હાસ્ય નાટક *’પાવરફુલ પાટીદાર’* નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને મોટી સંખ્યામાં નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.

કેન્સ ફિલ્મ્સ થિયેટર ગ્રુપ દ્વારા રજૂ થયેલા આ નાટકે દર્શકોને હાસ્યની મોજ કરાવવાની સાથે પરિવારના મૂલ્યો, માતા-પિતાની જવાબદારી, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સમાજમાં ઊભા થતા વિવિધ પડકારો અંગે વિચાર કરવા પ્રેર્યા હતા. નાટકમાં ભાવનાત્મક પ્રસંગો દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સંતાનો સાથેનો વિશ્વાસપૂર્ણ સંવાદ અને સારા સંસ્કારો જ તેમને ભ્રામક પ્રલોભનો તથા ખોટા માર્ગથી દૂર રાખી શકે છે.

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

નાટકમાં સુનિલ વાઘેલા, દીપીકા રાવલ, કૃણાલ ભટ્ટ, કામિની પંચાલ, કાર્તિક રાષ્ટ્રપાલ અને નીતિશ પારેખે જીવંત અભિનય દ્વારા પાત્રોને અસરકારક રીતે રજૂ કર્યા હતા. કલાકારોના અભિનયને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

આ કાર્યક્રમ તા. 4 જુલાઈ, 2026ના રોજ પાટણ સ્થિત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય પ્રસંગે મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ એમ. ઠક્કર, એડિશનલ કલેક્ટર મેહુલભાઈ બરાસરા, ઇન્ડિયન રેડક્રોસ રાધનપુરના પ્રમુખ ડૉ. નવીનભાઈ એન. ઠક્કર, મહેશભાઈ એન. પુજારા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરીયા, ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ ફરસુરામભાઈ ગોકલાણી તથા ટીડીઓ અશોકભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ મહેમાનો તરીકે આર.એસ.એસ. મહેસાણા વિભાગના સંઘચાલક નવીનભાઈ પ્રજાપતિ, અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ ડૉ. મહેશલાલ મુલાણી તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુરના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દેશી લોહાણા મહાજન, કચ્છ વાગડ લોહાણા મહાજન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે હસમુખભાઈ ઠક્કર (નાયકાવાળા), રાજુભાઈ મીરાણી, રમેશભાઈ ગોકલાણી, નિરુભાઈ ઠક્કર, રાજુભાઈ અખાણી, હિતેશભાઈ વકીલ, યોગેશ ઠક્કર સહિત જન મંગલ પરિવારના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. દાતાશ્રીઓના ઉદાર આર્થિક સહયોગથી કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ મળ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સમાજમાં વધી રહેલા વિવિધ સામાજિક પડકારોનો સામનો કરવા માટે માત્ર કાયદો જ નહીં પરંતુ પરિવારના મજબૂત સંસ્કાર, માતા-પિતાનું યોગ્ય માર્ગદર્શન અને સતત જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજને મનોરંજનની સાથે મૂલ્યવાન સંદેશ અને સકારાત્મક વિચારસરણી પણ પ્રદાન કરે છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર બની રહ્યો.

More Read

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, (પાટણ)

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની ત્વરિત કામગીરીથી વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
Next Article ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video