મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડી’ સામે આવી!

તંત્રની ઘોર બેદરકારી ડભોઇ-વસઈ માર્ગ પર એક વર્ષથી ગરનાળાનું કામ અધૂરું વાહનચાલકો અને દર્દીઓ રામભરોસે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇથી વસઈ થઈ વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડી’ સામે આવી છે. છેલ્લા એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આ માર્ગ પરના બે મહત્વના ગરનાળાનું કામ અધૂરું છોડી દેવાતા હજારો વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વડામર પાથરવાનું ‘ભૂલી’ ગયેલું તંત્ર આશ્ચર્યની વાત એ છે કે આ બંને ગરનાળાનું સ્ટ્રક્ચર કામ લાંબા સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના પર ડામર રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ જાણે વિસરી ગયા હોય તેમ જણાય છે. અત્યારે હાલત એવી છે કે ખુલ્લી કપચી: રોડ પર ડામરના અભાવે અણીદાર કપચી પ્રસરેલી છે.

પંચરની સમસ્યા આ તીક્ષ્ણ કપચીને કારણે વાહનચાલકોના વાહનો વારંવાર પંચર થઈ રહ્યા છે અકસ્માતનો ભય ઉડતી ધૂળ અને સ્લિપ થતી કપચીને કારણે ટુ-વ્હીલર ચાલકો અવારનવાર પટકાય છે.હોસ્પિટલ અને GIDC જતો મુખ્ય માર્ગ પ્રભાવિત આ માર્ગ માત્ર સામાન્ય અવરજવર માટે જ નહીં, પરંતુ આરોગ્ય અને રોજગારની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે દર્દીઓની મુશ્કેલી: ડભોઇથી પ્રખ્યાત પારુલ હોસ્પિટલ તેમજ અન્ય મોટા દવાખાનાઓ જવા માટે આ મુખ્ય રસ્તો છે. એમ્બ્યુલન્સમાં જતા ગંભીર દર્દીઓ માટે આ ઉબડખાબડ રસ્તો પીડાદાયક સાબિત થઈ રહ્યો છે રોજગારી પર અસર: નજીકની GIDC માં કામ કરતા હજારો શ્રમિકો અને કર્મચારીઓ માટે આ માર્ગ ‘આશીર્વાદરૂપ’ હોવો જોઈતો હતો, જે અત્યારે ‘શાપ’ સમાન બની ગયો છે લોકરોષ રજૂઆતો બધિર કાને અથડાઈ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે અધિકારીઓ મૌન સેવીને બેઠા છે હવે જોવાનું એ રહે છે કે, લોકોની આ હાડમારી જોઈને ઉચ્ચ અધિકારીઓ જાગશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે શું જનતાની રજૂઆત સાંભળીને તુરંત ડામરકામ પૂર્ણ કરાશે કે પછી તંત્રની આ લાલિયાવાડી યથાવત રહેશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
