પાટણ : કાળઝાળ ગરમીમાં હોમગાર્ડ દળની માનવસેવા

રાહદારીઓ અને શ્રમજીવીઓને ઠંડી છાસનું વિતરણ, પ્રદેશ ભાજપ પૂર્વ મહામઁત્રી કે.સી. પટેલ રહ્યા ઉપસ્થિત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને શ્રમજીવી ઓને રાહત આપવા પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા ઠંડી છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગ પર છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડના જવાનોએ બપોરના આકરા તાપમાં રાહદારીઓ, વાહનચાલકો અને મજૂરવર્ગના લોકોને ઠંડી છાસ પીવડાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કે.સી. પટેલે પણ લોકોમાં છાસનું વિતરણ કરી સેવાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગરમીના સમયમાં લોકોની સેવા કરવી એ જ સાચી પ્રભુસેવા છે.
આ કાર્યક્રમમાં હોમગાર્ડના અધિકારીઓ, જવાનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
