Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ
ગુજરાત

ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ

Rajeshkumar Jadav
Last updated: August 1, 2026 1:02 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ

નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી, 24×7 કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પંપ, જેસીબી સહિત તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડબાય

 

કેપિટલ મેસેજ

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

Capital message

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા એલર્ટના અનુસંધાને પાટણ જિલ્લાના પુરવઠા અધિકારી તથા હારીજ તાલુકાના લાયઝન અધિકારી હેમાંગિનીબેન ગુર્જરના અધ્યક્ષસ્થાને હારીજ નગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં હારીજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટાયેલા સભ્યો, મુખ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોની જાનમાલની સુરક્ષા, વરસાદી પાણીનો ઝડપી નિકાલ, નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ તથા ત્વરિત રાહત કામગીરી અંગે વિસ્તૃત આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. અગાઉના ચોમાસામાં જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપીને પૂર્વ સાવચેતીના તમામ પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

હારીજ નગરપાલિકા દ્વારા શિવવિલા સોસાયટી, હસ્તીનાપુર સોસાયટી, અંબિકાનગર સોસાયટી, ધુણીયા વિસ્તાર, ખેમાસર વિસ્તાર તથા અમૃતપુરા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત કરીને ત્યાં વિશેષ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા માટે સંબંધિત કર્મચારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનો અને વરસાદી પાણીની ગટરોની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેનો ત્વરિત નિકાલ થઈ શકે તે માટે ડી-વોટરિંગ પંપ મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. કાદવ-કીચડ દૂર કરવા, રસ્તાઓ અવરોધમુક્ત બનાવવા તેમજ રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જેસીબી મશીનો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

આપત્તિની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વોર્ડના નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ રાખવા અને કોઈપણ પરિસ્થિતિની જાણ તાત્કાલિક કંટ્રોલ રૂમને કરવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે હારીજ નગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મુશ્કેલીની સ્થિતિમાં નાગરિકો ૭૫૬૭૬ ૨૨૦૦૯ નંબર પર સંપર્ક કરીને જરૂરી મદદ મેળવી શકશે. આ હેલ્પલાઇનની માહિતી સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહી છે.

નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વરસાદ સંબંધિત એડવાઇઝરી, સાવચેતીના પગલાં અને જરૂરી માર્ગદર્શિકા સમયાંતરે જાહેર કરવામાં આવી રહી છે જેથી નાગરિકો સુધી અધિકૃત માહિતી સમયસર પહોંચે અને તેઓ જરૂરી સાવચેતી રાખી શકે.

ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાતો અટકાવવા તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે પીવાના પાણીની લાઈનોનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર શહેરમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરી ગટર, વરસાદી પાણીના નિકાલના માર્ગો તથા જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ હારીજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓથી ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં અસરકારક રીતે કામગીરી કરી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. નાગરિકોને પણ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા તથા જરૂર જણાય ત્યારે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ઢાઢરનો પ્રવાહ વધતાં 185 ગ્રામજનોનું સ્થળાંતર
Next Article મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે સંકલિત પ્રયાસોને વેગ આપવા બેઠક યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video