ડભોઇ સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારી, અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપતા રેડિયમ વગરના વળાંકો

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ: વિશ્વપ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને પર્યટન સ્થળ વઢવાણાને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઇ સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ડભોઇ-શિનોર ચોકડીથી નાદોદી ભાગોળ વચ્ચે આવેલા ત્રણ જોખમી વળાંકો પૈકી માત્ર એક જ જગ્યાએ રેડિયમ બોર્ડ લગાવી સંતોષ મનાયો છે, જ્યારે બે વળાંકો હજુ પણ અંધકારમય અને જોખમી હાલતમાં છોડી દેવામાં આવ્યા છે
અધિકારીઓની અધૂરી કામગીરી, જનતા પર જોખમ ડભોઇથી નાદોદી ભાગોળ તરફ જવાના માર્ગ પર મુખ્ય ત્રણ વળાંકો આવે છે. નિયમ મુજબ વાહનચાલકોની સલામતી માટે દરેક વળાંક પર રેડિયમ વાળા સૂચક બોર્ડ હોવા અનિવાર્ય છે. જોકે, આશ્ચર્યજનક રીતે:
એક વળાંક પર: રેડિયમ બોર્ડ લગાવવામાં આવ્યા છે બાકીના બે વળાંક પર: કોઈ પણ પ્રકારના રેડિયમ ચિન્હ કે બોર્ડ લગાવવામાં આવ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ: હજારો પ્રવાસીઓની અવરજવર

આ માર્ગ અત્યંત વ્યસ્ત છે કારણ કે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય રસ્તો છે આ ઉપરાંત પ્રખ્યાત પક્ષી અભયારણ્ય વઢવાણા જતો રસ્તો પણ આજ હોવાથી રોજના હજારો પ્રવાસીઓ અને સ્થાનિક વાહનો અહીંથી પસાર થાય છે. રાત્રિના સમયે રેડિયમ બોર્ડના અભાવે વળાંકનો અંદાજ ન આવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા છે ગંભીર સવાલો અને સ્થાનિકોનો રોષ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે:
શા માટે માત્ર એક જ જગ્યાએ બોર્ડ લગાવી અન્ય બે જગ્યાઓ બાકી રાખવામાં આવી?
શું સ્ટેટ હાઇવેના અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે અકસ્માતની રાહ જોઈ રહ્યા છે?
અધિકારીઓની આ ‘અડધીપડધી’ કામગીરી પાછળનું કારણ શું કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ પ્રવાસી સ્થળોને જોડતા આ મહત્વના માર્ગ પર જો કોઈ અકસ્માત થાય, તો તેની જવાબદારી સ્ટેટ હાઇવેના નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ લેશે ખરા? જનતાની માગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બાકીના બંને વળાંકો પર રેડિયમ બોર્ડ લગાવે.તંત્રની આ નિષ્કાળજી પ્રવાસીઓ અને પ્રજા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી
