Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
ગુજરાત

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Rajeshkumar Jadav
Last updated: June 1, 2026 4:38 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર, સમાજ એકતા માટે 14 જૂને મહેસાણામાં મહાસભાનું આહ્વાન

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

મહેસાણા-ચાણસ્મા હાઇવે પર આવેલ શ્રી રામદેવપીર મંદિર, છઠિયારડા મુકામે ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ પરગણાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજને લગતી વિવિધ અરજીઓનું વાંચન કરવામાં આવ્યું તેમજ અનેક સામાજિક પ્રશ્નો અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

સમાજના કેટલાક આગેવાનોની ગેરહાજરીને કારણે કોઈ મહત્વપૂર્ણ ઠરાવ કે મોટી કાર્યવાહી કરવામાં આવી નહોતી. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે.

બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો, વડીલો અને સમાજ એકતાના હિતેચ્છુઓએ 135 પાટણવાડા વણકર સમાજના સંયુક્ત બંધારણને યથાવત્ જાળવી રાખવા તથા સમાજમાં ભાઈચારો અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. સમાજની એકતા જ સમાજની સૌથી મોટી શક્તિ હોવાનું મત વ્યક્ત કરવામાં આવ્યું હતું.

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

આ પ્રસંગે સામાજિક આગેવાન અને બિલ્ડર રમેશભાઈ મકવાણા (ગોવના) દ્વારા સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે યુવા અગ્રણી અને બિલ્ડર મેહુલભાઈ વાઘેલા (બાલીસણા) દ્વારા આગામી તારીખ ૧૪-૦૬-૨૦૨૬ના રોજ સિદ્ધાર્થ હાઇસ્કૂલ, મહેસાણા ખાતે યોજાનારી સમાજ એકતા બેઠકમાં તમામ ગામોના આગેવાનો, યુવાનો અને સમાજજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય, વિકાસ અને સંગઠનની મજબૂતી માટે દરેક વ્યક્તિની સક્રિય ભાગીદારી જરૂરી છે. સમાજને એક સૂત્રમાં બાંધવા માટે યોજાતી બેઠકોમાં વધુમાં વધુ સમાજજનો જોડાય તે સમયની માંગ છે.

સમાજ એકતા અને ભાઈચારાના પ્રતિકરૂપે શ્રી રામદેવપીર મંદિર પરિસરમાં વડના વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન, બિલ્ડર રમેશભાઈ મકવાણા, યુવા અગ્રણી, બિલ્ડર મેહુલભાઈ વાઘેલા સહિત અનેક આગેવાનો અને યુવા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બેઠકમાં ઉપસ્થિત યુવાનોએ સમાજની એકતા, વિકાસ અને આગામી પેઢીને સંગઠનનો મજબૂત વારસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે ૧૪ જૂને મહેસાણા ખાતે યોજાનારી ૧૩૫ પાટણવાડા વણકર સમાજ એકતા બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવા તમામ સમાજજનોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બેઠકમાં ઉપસ્થિતિ મર્યાદિત હોવા છતાં સમાજ એકતાના અભિયાન સાથે જોડાયેલા યુવાનોનો ઉત્સાહ અને ભાગીદારી નોંધપાત્ર રહી હતી, જે સમાજના ઉજ્જવળ અને એકતામય ભવિષ્ય માટે સકારાત્મક સંકેત હોવાનું ૧૩૫ પાટણવાડા વણકર સમાજના યુવા કાર્યકર ચેતન સાલવી અને મનોજ પરમાર સરાય, પાટણ એ જણાવ્યું હતું.

More Read

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!

રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
Next Article પાટણમાં વિકસિત ભારત@ 2047 માટે વ્યાપક તૈયારીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video