પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર ના આશીર્વાદ થી ગાયત્રી પરિવાર પાટણ દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ નું આયોજન કરેલ જેના ભાગ રૂપે ૨૭/૫/૨૬ ની રાત્રે રામનગર અને ૨૮/૫/૨૬ ના રાત્રે બગવાડા ચોક તેમજ પ્રગતિ મેદાન ના મેળામાં અને આજે સવારે ૨૯/૫/૨૬ ના ગોળ શેરી પાટણ જ્યોં મજુર લોકો ની હાટડી ભરાય છે ત્યોં લોકોને વ્યક્તિગત મળી વ્યસનમુક્તિ પુસ્તિકા નું વિતરણ કર્યું , તેમજ પોસ્ટર પ્રદર્શન કરી સમાજમાં વધુ ને વધુ જાગૃતિ આવે તે માટેના નમ્ર પ્રયાસ કરવામાં આવ્યા. આ ઉપરાંત આજે સાંજે ૬.૦૦ કલાકે ટ્રેગ મોલ ખાતે પોસ્ટર પ્રદર્શન નો કાર્યક્રમ તેમજ કાલ સવારે ૧૦.૦૦ કલાકે નવા બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવનાર છે.

ઉપરોક્ત તમામ કાર્યક્રમ માં ગાયત્રી પરિવાર પાટણ ના યુવા મિત્રો, બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહભાગી બનેલ.તો તમામ યુવા મિત્રો ને આવવાનું આહવાન કરવામાં આવેછે. આવો સૌ સાથે મળી વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરીએ….
