SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઇસ્કુલમાં SSC બાદ શૈક્ષણિક ક્ષેત્રે રહેલ ઉજ્જવળ તકો અંગેનો કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણ ખાતે SSC પરિણામ વિતરણ પ્રસંગે શાળા દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 બાદ સામાન્ય પ્રવાહમાં વાણિજય શાખા અને કલા ક્ષેત્રે , વિજ્ઞાન પ્રવાહમાં એન્જિનિયરિંગ, મેડિકલ ઉપરાંત અન્ય શાખામાં રહેલ તકો , ડિપ્લોમા અને વોકેશનલ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓ પોતાના મનપસંદ ક્ષેત્રો પસંદ કરીને આગળ વધવું જોઈએ ઉપરાંત બાળક અને વાલીઓની મૂંઝવણ દૂર થાય તે હેતુસર આ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરેલ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના શિક્ષકો દ્વારા કેરિયર કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલ. આ સેમિનારમાં ખાસ વિજ્ઞાન,વાણિજ્ય, કલા અને વોકેશનલ ટ્રેડ જેવી શાખામાં ભવિષ્યમાં રહેલી ઉજ્જવળ તકો વિષય પર શાળાના આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢા એ વિસ્તૃત માહિતી આપી હતી અને વિધાર્થી તથા વાલીઓની મૂંઝવણના જવાબો પણ આપ્યા હતા.

ધોરણ 10 બાદ વિષય પસંગીમાં ક્યાંય બાળક મૂંઝાય નહીં તે માટે આચાર્ય ઉપરાંત શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર, શાળા કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ, ધોરણ 10ના ઉત્સાહી વર્ગ શિક્ષકઓ વિપુલભાઈ ભાટિયા, વિપુલભાઈ ચૌધરી, સારિકાબેન પટેલ સહિત તમામ શિક્ષકોએ ઉપસ્થિત રહેલ ધોરણ 10 ના 210 જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટેની પાયાની માહિતી સાથે વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. ડૉ. સોઢાએ વિધાર્થીઓને પોતાની પસંદગીના એટલે કે ખરેખર જેમાં ગમતું હોય તેવી શાખામાં આગળ ધપવા માટે આહ્વાન કરેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓને એનજીઈએસ કેમ્પ્સના સંચાલક ડૉ.જય ધ્રુવ સાહેબે સમગ્ર મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવીને તકનિકીના યુગમાં કંઈક અલગ નવચાર સાથે આગળ વધવા અને પોતાની ઉજવળ કારકિર્દી તરફ આગળ વધવું એવી શુભેચ્છાઓ પાઠવેલ.
