Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » હારીજ સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં માટી મામલે વિવાદ
ગુજરાત

હારીજ સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં માટી મામલે વિવાદ

Rajeshkumar Jadav
Last updated: June 22, 2026 7:46 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

હારીજ સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં માટી મામલે વિવાદ

હારીજમાં સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં વપરાતી માટી મામલે વિવાદ, ખાણ-ખનીજ વિભાગે શરૂ કરી તપાસ

સરવલ ગામના તળાવમાંથી મંજૂરી વિના માટી ઉપાડાઈ હોવાની ફરિયાદ; પુરાવા રજૂ નહીં થાય તો કાર્યવાહીનો સંકેત

 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

હારીજ-રાધનપુર હાઈવે પર આઈટીઆઈ કોલેજ સામે નિર્માણાધીન સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં વપરાતી માટી અંગે વિવાદ ઊભો થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સરવાલ ગામના તળાવમાંથી ગ્રામ પંચાયતની મંજૂરી વિના માટીનું ખનન કરીને સરકારી બાંધકામમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ખાણ અને ખનીજ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા વિભાગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

મળતી વિગતો અનુસાર એક અરજદાર દ્વારા ખાણ અને ખનીજ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરીને સરવલ ગામના તળાવમાંથી નિયમોનું ઉલ્લંઘન કરી મોટા પાયે માટી ઉપાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે ઉપાડવામાં આવતી માટી હારીજ ખાતે નિર્માણાધીન સરકારી રેસ્ટ હાઉસના પુરાણ અને બાંધકામ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. ફરિયાદને ગંભીરતાથી લઈ ખાણ અને ખનીજ વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ફરિયાદના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સરકારી રેસ્ટ હાઉસના બાંધકામ સ્થળ તેમજ માટી ઉપાડવાના સ્થળની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માટીના સ્ત્રોત, પરિવહન અને જરૂરી મંજૂરીઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરવાલ ગામના તલાટી-કમ-મંત્રી અર્પિત દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રવણજી ઠાકોર તથા ગામના આગેવાનો પણ સ્થળ પર હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત તરફથી માટી ઉપાડવા માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી આપવામાં આવી નથી તેવી સ્પષ્ટતા તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલી ફરિયાદના આધારે નિયમ મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. માટી લાવનાર અને સંબંધિત પક્ષો પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા તથા મંજૂરીઓ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જો જરૂરી પુરાવા અને મંજૂરીઓ રજૂ કરવામાં નહીં આવે તો ખાણ અને ખનીજ નિયમો મુજબ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્તરે પણ આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારી બાંધકામમાં વપરાતી સામગ્રીના સ્ત્રોત અને તેની કાયદેસરતા અંગે પારદર્શક તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ ખાણ અને ખનીજ વિભાગે સમગ્ર ઘટનાક્રમની તમામ વિગતો એકત્રિત કરી વધુ તપાસ ચાલુ રાખી હોવાનું જણાવ્યું છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

હવે તપાસ પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને માટી ઉપાડવા માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તે અંગેનો ખુલાસો આગામી દિવસોમાં થવાની શક્યતા છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ
Next Article દેલમાલમાં નકલી નોટ કૌભાંડ: દિલ્હી કનેકશન ખુલ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video