Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દેલમાલમાં નકલી નોટ કૌભાંડ: દિલ્હી કનેકશન ખુલ્યું
ક્રાઈમ

દેલમાલમાં નકલી નોટ કૌભાંડ: દિલ્હી કનેકશન ખુલ્યું

Rajeshkumar Jadav
Last updated: June 22, 2026 9:39 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણ: ચાણસ્માના દેલમાલ ગામે ઝેરોક્ષની દુકાનમાંથી નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું- દિલ્હી કનેકશનનો ખુલાસો 

500 રૂપિયાની 492 બનાવટી નોટો, પ્રિન્ટિંગ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત; બે ઝડપાયા, ત્રણ ફરાર

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

Capital message 

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ઝેરોક્ષની દુકાનની આડમાં ચલાવવામાં આવતું નકલી ચલણી નોટો બનાવવાનું મોટું કૌભાંડ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. ભારતીય ચલણ જેવી દેખાતી 500 રૂપિયાની બનાવટી નોટો છાપી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતા પોલીસે કુલ 492 નકલી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ચાણસ્મા પોલીસ તથા એફએસએલ અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી ‘શિવાય ઇન્ફોટેક’ નામની ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની બનાવટી ચલણી નોટો તૈયાર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 492 બનાવટી નોટો, કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, શાહી, A-4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલા શીટ, કાતર, મોબાઇલ ફોન તેમજ એક મોટરસાયકલ સહિત અંદાજે રૂ. 1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે. હાલ ત્રણેય આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે વિવિધ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ દિલ્હીની એક આંગણિયા પેઢીમાં કામ કરતા હતા. ત્યાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા બાદ નકલી ચલણી નોટોની માંગ ઊભી થતાં દેલમાલ ગામમાં આ ગેરકાયદેસર પ્રિન્ટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તૈયાર કરાયેલી નોટો દિલ્હીની એક આંગણિયા પેઢી સુધી પહોંચાડવાની યોજના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પાટણ પોલીસ હવે આ રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું, અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હારીજ સરકારી રેસ્ટ હાઉસના બાંધકામમાં માટી મામલે વિવાદ
Next Article 23/06/26 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video