44 – 45 ડિગ્રી ગરમીમાં શહેરના બજારો સુનસાન

ડભોઈ શહેરના બજારો સુનસાન જોવા મળી રહ્યા છે 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે જ્યારે ડોક્ટરોની સલાહ લીંબુ શરબત શેરડીનો રસ કેરીનું ફરણું અને છાશ ખાસ પીવાની રાખવી તેના કારણે લુ લાગવાનું ઓછું લાગે તેથી ખાસ સલાહ આપવામાં આવી છેત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પણ કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે

તાપમાનનો પારો: ડભોઈમાં હાલ 44 થી 45 ડિગ્રી જેટલું આકરું તાપમાન નોંધાઈ રહ્યું છે, જે સહન કરવું મુશ્કેલ બની ગયું છ બજારો અનેે રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ: સવારના 12 વાગ્યા બાદ શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સાધનોનો સહારો: અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે લોકો ઘરમાં જ રહીને એસી, પંખા અને કુલરનો સહારો લઈ રહ્યા છે એક તરફ પારો સતત વધી રહ્યો છે થતા લોકોએ હવે ગરમીથી બચવા માટે ‘સેલ્ફ-લોકડાઉન’ જેવી સ્થિતિ અપનાવી લીધી છે. આગામી દિવસોમાં જો તાપમાન હજુ વધશે તો મુશ્કેલીઓ વધી શકે છે.
રિપોર્ટ :- ફઝલ ખત્રી ડભોઈ
