પાટણ ના સરકારી ફાર્માસીસ્ટ દ્વારા વ્યસનમુકતી ની સાથે સાથે ટીબી મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત નું અભિયાન શરૂ કર્યું.

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વાત જાણે એમછે કે પાટણ જિલ્લા ના ડીડીઓ સી.એલ.પટેલ પ્રા.આ.કે. અડિયા ની મુલાકાતે ગયેલા તે દરમ્યાન ફાર્માસીસ્ટ નરેશ પટેલ દ્વારા ” મારો પ્લાસ્ટિક કચરો – મારી પાસે” ની થીમ દ્વારા મેસેજ આપ્યો કે અમારી પાસે દવાના પેકિંગ માં ઘણું બધું પ્લાસ્ટિક આવેછે, જે પ્લાસ્ટિક નાખી દઈએ તો કચરો ઉત્પન્ન થાય પણ તેજ પ્લાસ્ટિક બોટલ માં ભરીએ તો તે પ્લાસ્ટિક બોટલ દ્વારા ફૂલ છોડ ના ક્યારા માટે ઉપયોગી થાય, ઈકો બ્રિક્સ તરીકે ઉપયોગી થાય તેમજ તે બોટલો ભેગી કરી ભંગાર માં આપીએ તો વળતર મળે અને તે પ્લાસ્ટિક નો રિસાયક્લિંગ કરી ફરી ઉપયોગ માં લઈ શકાય.આમ એક નાનો વિચાર સમાજ માં ઘણો બદલાવ લાવી શકાય.ડીડીઓ દ્વારા આ વિચાર ને આવકારી પ્રોત્સાહન પૂરું પાડેલ.આ મુલાકાત દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
