અથાણાં માટે રાજાપુરી કેરીની ભારે માંગ

ડભોઈ શહેર બજારોમાં અથાણાંની કેરીની ધૂમ આવક રાજાપુરી અને વનરાજ આગમન
કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital message
ડભોઇ ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ આખા વર્ષના ભાણાનું ભાથું એવા અથાણાં બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ડભોઇના મુખ્ય બજારોમાં અથાણાં માટેની ખાસ ગણાતી રાજાપુરી અને વનરાજ કેરીનું આગમન થતાં કેરીની વિવિધ જાતો અને ગૃહિણીઓની પસંદગીઅથાણાં બનાવવા માટે ગૃહિણીઓની પ્રથમ પસંદગી રાજાપુરી અને વનરાજ કેરી હોય છે. વેપારીઓના જણાવ્યા મુજબર રાજાપુરી અને વનરાજ: આ કેરીઓ કદમાં મોટી અને દળદાર હોવાથી ગળ્યું અથાણું (છૂંદો કે મુરબ્બો) બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દેશી અને તોતાપુરી: ખાટું અથાણું બનાવવા માટે જેમને વધુ ખટાશની જરૂર હોય તેઓ દેશી કેરીની માંગ કરી રહ્યા છે.બજારના તાજા ભાવ પર એક નજર

ડભોઇ ટાવર રોડ પરના જથ્થાબંધ અને છૂટક વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ બજારમાં ભાવ નીચે મુજબ જોવા મળી રહ્યા છે કેરીની જાત અંદાજિત ભાવ (પ્રતિ કિલો)
રાજાપુરી કેરી ₹45 થી ₹50
વનરાજ કેરી ₹50 થી ₹55
દેશી / તોતાપુરી ₹25 થી ₹30
સહાયક ચીજવસ્તુઓની પણ માંગ વધી
માત્ર કેરી જ નહીં, પણ તેની સાથે અથાણાંમાં વપરાતા અન્ય મસાલા અને પૂરક વસ્તુઓની બજારમાં પણ તેજી જોવા મળી રહી છે:
ગુંદા કેરીની સાથે ગુંદાના અથાણાંનો પણ ભારે ક્રેઝ હોવાથી બજારમાં ગુંદાની માંગ વધી છે મરી-મસાલા: અથાણાં માટેના સ્પેશિયલ રાઈના કુરિયા, મેથીના કુરિયા અને લાલ મરચાંના વેચાણમાં ઉછાળો આવ્યો છે.
.સામાન્ય રીતે અખાત્રીજ પછી અથાણાંની સીઝન જામતી હોય છે, પરંતુ આ વર્ષે ડભોઇના બજારોમાં અત્યારથી જ ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે.
રિપોર્ટ :- ફઝલ ખત્રી ડભોઈ
