શંખેશ્વરમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

વઢીયાર પંથકના જૈન શંખેશ્વર તીર્થ ખાતે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ના મંડળનો ત્રિ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message

આ પ્રશિક્ષણ વર્ગમાં તાલુકા મંડળ અને શહેર મંડળના કાર્યકર્તા ઉત્સાહભેર જોડાયા હતા પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવની અધ્યક્ષતામાં આ પ્રશિક્ષણ વર્ગ જન સેવા અને સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત લોકોને પડતી મુશ્કેલીઓમાં સહકાર આપો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની યોજનાઓની માહિતી લાભાર્થીઓ સુધી પહોંચાડવી તેમના કામમાં મદદરૂપ થવું અને જિલ્લાભરમાં વિકાસ કાર્યો અસરકારક ભૂમિકા જેવા અનેક મુદ્દાઓ પર પ્રથમ દિવસે માર્ગદર્શન આપવામાં આવ્યું શંખેશ્વર ખાતે યોજાઈ રહેલા આ પ્રશિક્ષણ વર્ગો પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ ધ્યાન કેન્દ્ર 108 પાશ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ જૈન ધર્મશાળામાં વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના 12 મંડળો ભાગ લેશે ગતરોજ પ્રથમ દિવસે જિલ્લા ભર શહેર અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રદેશમાંથી. કે સી પટેલ. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ જિલ્લા પ્રભારી સત્યનભાઈ ફૂલા બકર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર મહામંત્રી સંજયભાઈપટેલ સ્નેહલભાઈ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર પૂર્વ મહામંત્રી ભાવેશભાઈ પટેલ રોહિતભાઈ ગોસ્વામી દિલીપભાઈ જોશી નિલેશભાઈ રાજગોર અશોકભાઈ પટેલ એવા અનેક પદાધિકારીઓએ ભાગ લીધો હતો ભરતભાઈ ચાવડા અને સુરેશભાઈ જોશી એ વ્યવસ્થા ગોઠવી હતી.
