Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરનો ભવ્ય વિજય
સ્પોર્ટ્સ

૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરનો ભવ્ય વિજય

Rajeshkumar Jadav
Last updated: July 2, 2026 9:49 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરનો ભવ્ય વિજય

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

પાટણ : સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલી ૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપ સ્પર્ધામાં રક્ષા શક્તિ સ્કૂલ, વડનગરના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી અંડર-૧૫ વિભાગમાં એકતરફી જીત સાથે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.

More Read

SGFI અંતર્ગત સિદ્ધપુર તાલુકા કબડ્ડી સ્પર્ધા યોજાઈ
રાધનપુરની વડનગર સૈનિક સ્કૂલ ફૂટબોલમાં ચેમ્પિયન
નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ
જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું સિલેક્શન

ફાઇનલ મુકાબલામાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરની ટીમે ધિણોજની ટીમ સામે શરૂઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. સમગ્ર મેચ દરમિયાન શાનદાર ટીમવર્ક, ઝડપી પાસિંગ અને મજબૂત ડિફેન્સના બળે વિરોધી ટીમને કોઈ તક આપ્યા વિના ૭-૦ના જંગી અંતરથી વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. ખેલાડીઓના શાનદાર દેખાવને દર્શકો અને રમતપ્રેમીઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો.

સ્પર્ધાના અંડર-૧૭ વિભાગમાં સૈનિક સ્કૂલ, રાધનપુરની ટીમે પણ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને વિજેતા બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં વિજેતા ખેલાડીઓને શ્રી વિવેકાનંદ વિકાસ મંડળના પ્રમુખ પરબતભાઈ ચૌધરી, મંત્રી દઝાભાઈ પટેલ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેલાડીઓના કોચ અને માર્ગદર્શકોના પ્રયત્નોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

More Read

શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ: કાળઝાળ ગરમી વચ્ચે બાળકોમાં ખુશીનો માહોલ
રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ
રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન…
રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

રક્ષા શક્તિ સ્કૂલ વડનગરના ખેલાડીઓએ શિસ્ત, રમતગમત પ્રત્યેની નિષ્ઠા અને ઉત્તમ ટીમ સ્પિરિટના બળે આ યાદગાર સિદ્ધિ મેળવી છે. આ ભવ્ય વિજય સાથે ફૂટબોલના મેદાનમાં વડનગરનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું હોવાનું રમતપ્રેમીઓએ જણાવ્યું હતું.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.
Next Article શંખેશ્વરમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video