Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.
ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

Rajeshkumar Jadav
Last updated: July 2, 2026 9:34 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો. 

5 જિલ્લાની 6 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 95,000 નો મુદ્દામાલ જપ્ત

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

Capital message

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બજાણીયા ગેંગના એક સાગરીતને રૂ. 95,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડથી પાટણ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, આણંદ અને વડોદરા શહેર જિલ્લાની હદમાં થયેલી કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે, પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પુલ નીચેથી હિંમતનગરના પ્રાણપુર પાટીયા ખાતે રહેતા મેહુલ લક્ષ્મણ બજાણીયા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની રોકડ રકમ રૂ. 45,000 અને રૂ. 50,000 ની કિંમતનું એક બજાજ પલ્સર મોટરસાયકલ મળી કુલ રૂ. 95,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની કાર્યવાહી માટે આરોપીને પાટણ સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

ઝડપાયેલા આરોપી મેહુલની પ્રાથમિક પૂછપરછમાં પાંચ અલગ-અલગ જિલ્લાના 6 ગુનાઓની કબૂલાત સામે આવી છે. તેણે આશરે સવા વર્ષ પહેલાં શંખેશ્વરમાંથી બાઇક ચોરી કરી હતી. ત્યારબાદ કુંવારદ ખાતે અલ્પેશ રાજુ પ્રજાપતિની દુકાનમાંથી અને મુજપુરની દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી, જે અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.

આ ઉપરાંત, અઢી મહિના અગાઉ માણસા ખાતેથી મોટરસાયકલ ચોરી કરી માર્કેટયાર્ડની દુકાનોના તાળા તોડ્યા હતા. દોઢ મહિના અગાઉ સાણંદમાંથી બાઇક ચોરી કરી કપડાની દુકાનમાં ચોરી કરી હતી.

મેહુલે વિરમગામ ખાતે એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ તથા વિરમગામ માર્કેટયાર્ડની દુકાનોમાંથી પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. આશરે 17 દિવસ અગાઉ વડોદરાના હાથીખાના માર્કેટ ખાતેથી 10 દુકાનોના તાળા તોડી રોકડની ચોરી કરી હતી. એક વર્ષ અગાઉ આણંદ માર્કેટયાર્ડમાં પણ દુકાનોના તાળા તોડી ચોરી આચરી હોવાની કબૂલાત કરી છે.

આરોપી મેહુલ લક્ષ્મણ બજાણીયા વિરુદ્ધ અગાઉ ગાંધીનગર સેક્ટર-7, હિંમતનગર રૂરલ, વિસનગર તાલુકા, હારીજ, સરસ્વતી, પેથાપુર, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર ચોરીની ઘટનાઓમાં સામેલ અન્ય ચાર સહ-આરોપીઓ અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણ બજાણીયા (રહે. હિંમતનગર), જીતુ ઉર્ફે જીતેશ બાબુ બજાણીયા (રહે. તલોદ), શંકર લક્ષ્મણ બજાણીયા (રહે. હિંમતનગર) અને કરણ સરતાન દેવીપુજક (રહે. મહેસાણા) ને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More Read

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો
Next Article ૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરનો ભવ્ય વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video