પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ: પાટણ તાલુકા પોલીસે ફેમિલી કોર્ટ દ્વારા જારી કરાયેલા સજા વોરંટના આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટના હુકમ અનુસાર સુજનીપુર સબજેલ ખાતે મોકલી આપતાં પ્રશંસનીય કામગીરી કરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ) તથા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા (પાટણ વિભાગ) તથા પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એ. દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ ફેમિલી કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી નં. 658/2024 અંતર્ગત ભરણપોષણ કેસમાં સજા વોરંટ જાહેર થયેલા આરોપી ભાવેશજી જુહાજી ઠાકોર (રહે. ધારણોજ, તા.-જિ. પાટણ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં નામદાર કોર્ટના હુકમ અનુસાર આરોપીને સુજનીપુર સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં બાતમી મેળવવામાં એ.એસ.આઇ. ધીરૂભાઇ જગમાલભાઇ અને આ. પોલીસ કોન્સ્ટેબલ વિજુજી જલાજીનો મહત્વનો ફાળો રહ્યો હતો.
સંપૂર્ણ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એ. દેસાઈ, એ.એસ.આઇ. ધીરૂભાઇ જગમાલભાઇ, અ. હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ ખોડાભાઇ, અ. પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મગનભાઇ તથા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિજુજી જલાજીએ સફળ કામગીરી બજાવી હતી.