Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » SGFI અંતર્ગત સિદ્ધપુર તાલુકા કબડ્ડી સ્પર્ધા યોજાઈ
સ્પોર્ટ્સ

SGFI અંતર્ગત સિદ્ધપુર તાલુકા કબડ્ડી સ્પર્ધા યોજાઈ

Rajeshkumar Jadav
Last updated: July 23, 2026 9:03 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

SGFI અંતર્ગત સિદ્ધપુર તાલુકા કબડ્ડી સ્પર્ધા યોજાઈ

30 શાળાઓની 41 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા, વિવિધ વિભાગોમાં વિજેતા ટીમો હવે જિલ્લાકક્ષાએ રમશે

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુરની વડનગર સૈનિક સ્કૂલ ફૂટબોલમાં ચેમ્પિયન
૬૫મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં રક્ષા શક્તિ સ્કૂલ વડનગરનો ભવ્ય વિજય
નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ
જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું સિલેક્શન

Capital message 

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) અંતર્ગત સિદ્ધપુર તાલુકા કુમાર અને કન્યા કબડ્ડી રમતોત્સવનું આયોજન ગણેશપુરા પ્રાથમિક શાળા (PM-ગુજરાત), તાલુકા સિદ્ધપુર ખાતે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે જોરદાર પ્રદર્શન કરી સમગ્ર વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું.

સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્ય કપિલભાઈ શુક્લ, પાટણ જિલ્લા રમત મહામંત્રી મહેશભાઈ પટેલ, મનુભાઈ કનોડીયા, કૃષ્ણકુમાર, કબડ્ડી કોચ વિરેન્દ્રભાઈ દેસાઈ, સૂરજભાઈ ઠાકોર, રાજદીપભાઈ રાજપૂત, સંગીતાબેન ઠાકોર, જેસંગજી ઠાકોર તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા માર્ગદર્શકો અને રમતગમત શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને રમતને જીત-હારથી ઉપર રાખીને શિસ્ત, રમતગમતની ભાવના અને ટીમ સ્પિરિટ સાથે રમવાની પ્રેરણા આપી હતી.

More Read

શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ: કાળઝાળ ગરમી વચ્ચે બાળકોમાં ખુશીનો માહોલ
રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ
રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન…
રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

આ સ્પર્ધામાં કન્યા વિભાગમાં અંડર-14ની 5, જુનિયર વિભાગની 6 અને સિનિયર વિભાગની 2 એમ કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે કુમાર વિભાગમાં અંડર-14ની 10, જુનિયર વિભાગની 11 અને સિનિયર વિભાગની 7 એમ કુલ 28 ટીમો મેદાનમાં ઉતરી હતી. આમ તાલુકાની કુલ 30 શાળાઓની 41 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કબડ્ડીની રોમાંચક મેચો રમી હતી. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલી સ્પર્ધાઓમાં ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોનું મન મોહી લીધું હતું.

સ્પર્ધાના અંતે વિવિધ વિભાગોમાં વિજેતા ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. અંડર-14 કુમાર વિભાગમાં યુનિવર્સલ પબ્લિક સ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું જ્યારે ગણેશપુરા પ્રાથમિક શાળા (PM-ગુજરાત) દ્વિતીય સ્થાને રહી હતી. અંડર-14 કન્યા વિભાગમાં પુનાસણ પ્રાથમિક શાળાએ પ્રથમ અને ગાંગલાસણ પ. કેન્દ્ર (PM-ગુજરાત)એ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

જુનિયર કુમાર વિભાગમાં ઉદય હાઈસ્કૂલ, ચંદ્રાવતીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુર દ્વિતીય સ્થાને રહી હતી. જુનિયર કન્યા વિભાગમાં પુનાસણ પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને મુડાણા સરકારી સ્કૂલ દ્વિતીય ક્રમે રહી હતી.

સિનિયર કુમાર વિભાગમાં કલ્યાણા હાઈસ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું જ્યારે એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુરે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સિનિયર કન્યા વિભાગમાં ઉદય હાઈસ્કૂલ, ચંદ્રાવતીએ પ્રથમ સ્થાન મેળવી તાલુકા ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો.

સ્પર્ધાના સફળ આયોજનમાં આયોજક શાળા, રમતગમત શિક્ષકો, રેફરી મંડળ અને સ્વયંસેવકો દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. અંતે વિજેતા ખેલાડીઓ અને ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી તમામ ટીમો હવે જિલ્લાકક્ષાની SGFI કબડ્ડી સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

More Read

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ
T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
Next Article ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video