સિદ્ધપુર ખાતે વિશેષ જરૂરિયાતવાળા બાળકો (CWSN) માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

કેપિટલ મેસેજ
Capital message
સમગ્ર શિક્ષા કચેરી પાટણના આઈઈડી (IED) વિભાગ દ્વારા વિશેષ જરૂરિયાતવાળા બાળકો (CWSN) માટે એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બીઆરસી ભવન, સિદ્ધપુર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી કો ઓર્ડીનેટર લલિતભાઈ પટેલ ઉપરાંત સ્થાનિક અગ્રણી ભરતભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કેમ્પના મુખ્ય હેતુઓ અને ઉપલબ્ધ સુવિધાઓ:
આ કેમ્પનો મુખ્ય હેતુ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવું, તેમની જરૂરિયાતોની ઓળખ કરવી અને તેમને યોગ્ય મદદ પૂરી પાડવાનો હતો. કેમ્પ દરમિયાન નીચે મુજબની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી:
નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ: નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બાળકોની વિગતવાર શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવી.
સાધન-સહાય: જરૂરિયાત ધરાવતા બાળકો માટે યોગ્ય સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા કરવામાં આવી.
શિક્ષણ અને પુનર્વસન: બાળકોના શિક્ષણ અને તેમના પુનર્વસન અંગે વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
સરકારી યોજનાઓની માહિતી: દિવ્યાંગ બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી આપવામાં આવી.
આ એસેસમેન્ટ કેમ્પમાં સિદ્ધપુર, પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના કુલ – 330 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર શિક્ષા કચેરી પાટણના આઈઈડી વિભાગ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
