અગીચાણા ગામમાં મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ

ખોટા મસ્ટર, નબળી ગુણવત્તાનું મટીરીયલ અને બિનજરૂરી કામો કરી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર તાલુકાના અગીચાણા ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના રહીશ આયર શંકરભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સરપંચ સહીત જવાબદાર મનરેગાના જવાબદાર કર્મચારીઓ સામે તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે, મનરેગાના કામોમાં એસ્ટીમેટ અને ટેન્ડર મુજબ કામગીરી થતી નથી, હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાય છે તેમજ અગાઉ પૂર્ણ થયેલા કામો ફરી બતાવી સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ખોટા મજૂરોના નામે મસ્ટર ભરાઈ મજૂરીના નાણા ઉપાડી લેવાતા હોવાના પણ ગંભીર આરોપ લગાવાયા છે.
અરજદારે સમગ્ર મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પેમેન્ટ રોકી દેવાની માંગણી કરી છે. ગામમાં આ રજૂઆત બાદ મનરેગા કામોને લઈને ભારે ચર્ચા અને ચકચાર મચી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
